વડીયા-અમરનગર રોડ પર ટ્રક પાછળ કાર ઘૂસી, પરિવારના ચાર સભ્યો ઇજાગ્રસ્ત
અમરેલી,07 સપ્ટેમ્બર (હિ.સ.) વડીયાથી અમરનગર તરફ જતા રોડ પર સદગુરુ નગર અને કોર્ટ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પરિવારના ચાર સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને દોડધામ મચી હતી. પ્રાથમિક માહિ
વડીયા-અમરનગર રોડ પર ટ્રક પાછળ કાર ઘૂસી, પરિવારના ચાર સભ્યો ઇજાગ્રસ્ત


અમરેલી,07 સપ્ટેમ્બર (હિ.સ.) વડીયાથી અમરનગર તરફ જતા રોડ પર સદગુરુ નગર અને કોર્ટ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પરિવારના ચાર સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને દોડધામ મચી હતી.

પ્રાથમિક માહિતી મુજબ વડીયા-અમરનગર રોડ પર રસ્તાની સાઈડમાં એક ટ્રક ઊભો હતો. દરમિયાન ફોરવ્હીલ કારના ચાલકે અચાનક બેલેન્સ ગુમાવતા કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું.

કારમાં યોગેશ વઘાસિયા, તેમના પત્ની માધુરીબેન તેમજ બંને બાળકો ક્રિશિવ અને ખનક સવાર હતા. અકસ્માતમાં પરિવારના ચારેય સભ્યોને ઇજા પહોંચી હતી. જેમાં માધુરીબેન યોગેશભાઈ વઘાસિયાને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બંને બાળકો ક્રિશિવ અને ખનકને સામાન્ય ઇજાઓ થઈ હતી. યોગેશભાઈને પણ અકસ્માતમાં ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક તારણ મુજબ પિતા-પુત્ર વચ્ચેની ચર્ચા દરમિયાન કારનું બેલેન્સ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

અકસ્મત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને મદદ કરી હતી. 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે વડીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. જોકે કારને આગળના ભાગે મોટું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande