આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર બાગાયતી યોજનાઓની અરજી કરવાની મુદત ૧૭ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ
જામનગર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ખેડૂતો બાગાયત ખાતાની યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે તે હેતુથી આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની મુદત લંબાવીને ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની નવી અગત્યની યો
આઈ ખેડૂત


જામનગર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) :

જામનગર જિલ્લાના ખેડૂતો બાગાયત ખાતાની યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે તે હેતુથી આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની મુદત લંબાવીને ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની નવી અગત્યની યોજનાઓ જેવી કે બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ અને ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમ માટે અગાઉ ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ સુધી પોર્ટલ ખુલ્લું રાખવામાં આવ્યું હતું. આ સમયમર્યાદા લંબાવીને ૩ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી પોર્ટલ પુનઃ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી બાકી રહી ગયેલા ખેડૂતો અરજી કરી સહાય મેળવી શકે.

યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર નોંધણી કરવી ફરજિયાત છે. પોર્ટલ પર અગાઉ નોંધાયેલા તેમજ નવા નોંધણી કરાવનાર ખેડૂતોએ આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવાનું રહેશે, ત્યારબાદ જ ઓનલાઈન અરજી સબમિટ કરી શકાશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખેડૂતોએ જરૂરી આધાર-પુરાવા પોર્ટલ પર અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે. પૂર્વ મંજૂરી મળ્યા બાદ ક્લેઈમ સબમિટ કરતી વખતે આ પ્રિન્ટ પર સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે ૭ દિવસમાં જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે જમા કરાવવાની રહેશે. આ અંગે વધુ વિગતો મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) ની મુલાકાત લેવી અથવા તાલુકાના બાગાયત અધિકારીશ્રી તેમજ નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર (ફોન નં. ૦૨૮૮-૨૫૭૧૫૬૫) નો સંપર્ક કરવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande