દિલ્હીના સત્ય નિકેતન પીજી ધરાશાયી થવાના મામલે મૃત્યુઆંક વધીને છ થયો, બચાવ કામગીરી વધુ તીવ્ર
નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર (હિ.સ.): દિલ્હીમાં સત્ય નિકેતન પેઇંગ ગેસ્ટ (પીજી) ધરાશાયી થવાના કારણે મૃત્યુઆંક વધીને છ થયો છે. પી-14 તરીકે ઓળખાતી આ ઇમારત ધરાશાયી થઈ ગઈ. એનડીઆરએફ, ફાયર વિભાગ, દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓની ટીમો કાટમાળ દૂર કરી રહી છે. કાટમ
એનડીઆરએફ, ફાયર વિભાગ, દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓની ટીમો કાટમાળ દૂર કરી રહી છે


નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર (હિ.સ.): દિલ્હીમાં સત્ય નિકેતન પેઇંગ ગેસ્ટ (પીજી) ધરાશાયી થવાના કારણે મૃત્યુઆંક વધીને છ થયો છે. પી-14 તરીકે ઓળખાતી આ ઇમારત ધરાશાયી થઈ ગઈ. એનડીઆરએફ, ફાયર વિભાગ, દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓની ટીમો કાટમાળ દૂર કરી રહી છે. કાટમાળમાંથી દસ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

આ અકસ્માતે પીજી તરીકે ઉપયોગમાં લેવાતી ઇમારતોની સલામતી અને રાષ્ટ્રીય રાજધાનીના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં બાંધકામ અને અગ્નિ સલામતીના નિયમોનું પાલન કરવા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. પી-14 1990 ના દાયકામાં બનાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. કાટમાળ નીચે ફસાયેલા અન્ય લોકોને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.

દિલ્હી સરકારે આ ઘટનાની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે. પોલીસે કથિત માલિક હરિ રામ અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. આ અકસ્માત રવિવારે બપોરે સાઉથ કેમ્પસમાં શ્રી વેંકટેશ્વર કોલેજની સામે રહેણાંક વસાહત સત્ય નિકેતનમાં થયો હતો.

લેફ્ટનન્ટ ગવર્નર તરનજીત સિંહ સંધુએ, અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું. ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરતાં, તેમણે દિલ્હી પોલીસ, દિલ્હી ફાયર સર્વિસ અને ડીડીએમએ સહિત તમામ સંબંધિત એજન્સીઓને રાહત અને બચાવ કામગીરીનું સંકલન અને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો.

મુખ્યમંત્રી રેખા ગુપ્તા બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. મંત્રી કપિલ મિશ્રા, મેયર પરવેશ વાહી, સાંસદ બાંસુરી સ્વરાજ અને ધારાસભ્ય અનિલ શર્મા મુખ્યમંત્રી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા એ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે ફોન પર વાત કરીને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી. તેમણે દિલ્હી સરકારને આરોગ્ય મંત્રાલય તરફથી તમામ જરૂરી સહાયની ખાતરી આપી. તેમણે દિલ્હીની એઈમ્સ નવી દિલ્હી અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના ડિરેક્ટરોને ઘાયલોને શક્ય તેટલી તબીબી સહાય પૂરી પાડવાનો પણ નિર્દેશ આપ્યો.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande