ભાવનગરમાં સઘન સફાઈ ઝુંબેશ, કેચ ધ રેઇન અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ભાવનગર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે સોલિડ વેસ્ટ વિભાગના સંકલનથી સઘન સફાઈ ઝુંબેશ, ‘કેચ ધ રેઇન’ અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાનગરપાલિ
વૃક્ષા રોપણ


ભાવનગર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે સોલિડ વેસ્ટ વિભાગના સંકલનથી સઘન સફાઈ ઝુંબેશ, ‘કેચ ધ રેઇન’ અભિયાન તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર, કમિશનર, જાહેર બાંધકામ કમિટીના ચેરમેન, ગાર્ડન કમિટીના ચેરમેન, નગરસેવકો, નાયબ કમિશનર સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. સાથે જ સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર, સફાઈ મિત્રો અને મોટી સંખ્યામાં નગરજનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સઘન સફાઈ ઝુંબેશ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરી કચરો દૂર કરવામાં આવ્યો હતો. જાહેર સ્થળો, રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા માટે લોકોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા. સફાઈ સાથે સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં જવાબદારીની ભાવના વિકસે તે માટે સ્વચ્છતા સંદેશ આપવામાં આવ્યો હતો.

‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંચય અને પાણીના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. વરસાદી પાણીનો બગાડ અટકાવી તેનો સંગ્રહ થાય અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો થાય તે દિશામાં લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત પર્યાવરણના જતન અને શહેરને વધુ હરિયાળું બનાવવાના ઉદ્દેશથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ વૃક્ષો વાવી તેના જતનની જવાબદારી અંગે પણ સંકલ્પ લેવાયો હતો. કાર્યક્રમ દ્વારા સ્વચ્છતા, જળસંચય અને પર્યાવરણ સંરક્ષણનો ત્રિવિધ સંદેશ નાગરિકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande