માળીયા હાટીના તાલુકાની શ્રી વિસણવેલ પ્રાથમિક શાળાના શિક્ષક પરેશગિરિ મેઘનાથીને ‘જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક’ પારિતોષિક એનાયત
જૂનાગઢ, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે માળીયા હાટીના તાલુકાની શ્રી વિસણવેલ પ્રાથમિક શ
માળીયા હાટીના તાલુકાની શ્રી વિસણવેલ પ્રાથમિક શાળાના શિક્ષક પરેશગિરિ મેઘનાથીને ‘જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક’ પારિતોષિક એનાયત


જૂનાગઢ, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે માળીયા હાટીના તાલુકાની શ્રી વિસણવેલ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી પરેશગિરિ દુર્લભગિરિ મેઘનાથીની જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી. શિક્ષણક્ષેત્રે નવાચારી અભિગમ, વિદ્યાર્થીકેન્દ્રિત શિક્ષણપ્રવૃત્તિઓ, સતત વ્યાવસાયિક વિકાસ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરેલી નોંધપાત્ર કામગીરીને ધ્યાને લઈ તેમને આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યું.

શિક્ષક પરેશભાઈ દ્વારા શાળામાં ‘V NEWS’ તથા ‘રૂબરૂ – મુલાકાતથી મંઝીલ તરફ’ જેવી નવીન શૈક્ષણિક પ્રવૃત્તિઓ શાળાની યુટ્યુબ ચેનલના માધ્યમથી ચલાવવામાં આવે છે. તેમની આ પ્રવૃત્તિઓને રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમના પરેશ કી પાઠશાળા બ્લોગના માધ્યમથી રમતાં રમતાં શીખો... શીર્ષક હેઠળ અભ્યાસક્રમ આધારિત વિવિધ શૈક્ષણિક રમતો પણ બનાવી છે. આ રમતો નેશનલ ટોય ફેરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ NISHTHA તાલીમ, DIKSHA પ્લેટફોર્મ માટે ઇ-કન્ટેન્ટ નિર્માણ, રાજ્ય કક્ષાએ ગુજરાતી વિષયના મોડ્યુલ, પ્રશ્નબેંક, સ્વ-અધ્યયન પોથી અને પાઠ્યપુસ્તક સમીક્ષામાં તજજ્ઞ તરીકે મહત્વનું યોગદાન આપ્યું છે. સાથો સાથ કે.આર.પી. અને આર.પી. તરીકે શિક્ષકોને ઘણી તાલીમ પણ આપી છે.

તેમની આ ઉત્કૃષ્ટ કામગીરી અને શિક્ષણક્ષેત્રે આપેલા નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં રાખી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ જૂનાગઢ ખાતે યોજાયેલા સામારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ બદલ તેમને શિક્ષણ જગત, શાળા પરિવાર અને ગ્રામજનો તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande