નાગપુરમાં થશે આયુર્વેદ દિવસનું મુખ્ય આયોજન; થીમ હશે-'સ્વસ્થ આવતીકાલ માટે આયુર્વેદ'
નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.). આ વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં આયુર્વેદ દિવસનો મુખ્ય સમારોહ યોજવામાં આવશે. આ વખતે ''સ્વસ્થ આવતીકાલ માટે આયુર્વેદ'' થીમ રાખવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય આયુર્વેદની સમૃદ્ધ પરંપરાને ભવિષ્યની સ્વાસ્થ
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવ


નવી દિલ્હી, 07 સપ્ટેમ્બર (હિ.સ.). આ વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં આયુર્વેદ દિવસનો મુખ્ય સમારોહ યોજવામાં આવશે. આ વખતે 'સ્વસ્થ આવતીકાલ માટે આયુર્વેદ' થીમ રાખવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય આયુર્વેદની સમૃદ્ધ પરંપરાને ભવિષ્યની સ્વાસ્થ્ય જરૂરિયાતો સાથે જોડવાનો છે.

કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે, સોમવારે રાષ્ટ્રીય મીડિયા કેન્દ્રમાં ૧૧મા આયુર્વેદ દિવસ માટે કર્ટેન રેઝર પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, આ આયુર્વેદ દિવસ માટે દેશવ્યાપી જનજાગૃતિ અભિયાનની ઔપચારિક શરૂઆત કરતા યુવાનોમાં તેના પ્રચાર-પ્રસાર પર ભાર મૂક્યો.

પ્રતાપરાવ જાધવે કહ્યું કે, આજે આખી દુનિયા રોગોની રોકથામ, સ્વસ્થ જીવનશૈલી, પોષણ, સુખાકારી અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય તરફ આગળ વધી રહી છે અને આ ક્ષેત્રોમાં ભારત પાસે આયુર્વેદના રૂપમાં સમૃદ્ધ જ્ઞાન અને અનુભવ છે. તેમણે કહ્યું કે, આયુર્વેદ દિવસ ફક્ત ભારતની પરંપરાનો ઉત્સવ નથી, પરંતુ ભવિષ્યના સ્વાસ્થ્ય પડકારોનો ઉકેલ રજૂ કરવાની તક પણ છે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના દ્રષ્ટિકોણને અનુરૂપ સ્વાસ્થ્ય વ્યવસ્થા ફક્ત બીમારીના ઇલાજ સુધી સીમિત ન હોવી જોઈએ, પરંતુ સ્વસ્થ દિનચર્યા, સંતુલિત આહાર, માનસિક સંતુલન અને પ્રકૃતિ સાથે સુમેળને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. મંત્રીએ જણાવ્યું કે, આ વર્ષનું અભિયાન ત્રણ મુખ્ય વિષયો પર કેન્દ્રિત રહેશે- ૧. બહેતર સ્વાસ્થ્ય પરિણામો માટે સંકલિત સ્વાસ્થ્ય સેવા, ૨. આયુર્વેદમાં સંશોધન, પુરાવા અને નવીનતા, સામુદાયિક કલ્યાણ, ૩. ટકાઉ જીવનશૈલી માટે આયુર્વેદ.

તેમણે મીડિયાને અપીલ કરતા કહ્યું કે, આયુર્વેદ સંબંધિત સાચી, વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત માહિતી સામાન્ય લોકો સુધી પહોંચાડવી અત્યંત આવશ્યક છે. આ અભિયાન ઘર-ઘર, શાળાઓ, કોલેજો, યુવાનો, ખાસ કરીને જનરેશન ઝેડ (જેન-જી) તથા ગ્રામીણ અને શહેરી વિસ્તારો સુધી પહોંચે. તેમનો લક્ષ્ય છે કે, 11મો આયુર્વેદ દિવસ ફક્ત સરકારી કાર્યક્રમ ન રહેતા જન આંદોલન અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંચાર અભિયાન બને.

રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન, જયપુરના કુલપતિ પ્રો. સંજીવ શર્માએ જણાવ્યું કે, આયુર્વેદ દિવસના અવસરે રાષ્ટ્રીય ધન્વંતરિ આયુર્વેદ પુરસ્કાર 2026, એનઆઈએ જયપુરની નવી પહેલ, ઔષધીય છોડના સુરક્ષા દસ્તાવેજો, ત્વચા રોગો માટે પ્રમાણભૂત ઉપચાર દિશા-નિર્દેશો, આયુષ સર્વિસિસ સેક્ટર રિપોર્ટ, આયુષ વિઝન 2030, વિવિધ એમઓયુ (સમજૂતી કરાર) અને અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સમાં આયુષ મંત્રાલયના સંયુક્ત સચિવ અલારમેલમંગઈ ડી., ડીડીજી સત્યજીત પોલ, પીઆઈબીના પ્રધાન મહાનિર્દેશક ધીરેન્દ્ર ઓઝા, આયુષ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. આયુષ મંત્રાલયે મીડિયા, આયુર્વેદ ચિકિત્સકો, સંશોધકો, સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોને 11મા આયુર્વેદ દિવસ 2026ના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં સક્રિય ભાગીદારી કરવા આહ્વાન કર્યું.

હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande