પોરબંદર ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની તાત્કાલિક કામગીરીથી રૂમ માં ફસાયેલ બાળકીનો આબાદ બચાવ મોટી જાનહાનિ ટળી.
પોરબંદર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા આગ તથા આકસ્મિક સંજોગોમાં લોકોના પ્રાણ બચાવવા, નુકસાન ઓછું થાય તે માટે તથા શહેરમાં સુરક્ષાનું સુરક્ષિત વાતાવરણ જળવાય તે દિશામ
પોરબંદર ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની તાત્કાલિક કામગીરીથી રૂમ માં ફસાયેલ બાળકીનો આબાદ બચાવ મોટી જાનહાનિ ટળી.  પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા આગ તથા આકસ્મિક સંજોગોમાં લોકોના પ્રાણ બચાવવા, નુકસાન ઓછું થાય તે માટે તથા શહેરમાં સુરક્ષાનું સુરક્ષિત વાતાવરણ જળવાય તે દિશામાં સતત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર શહેરમાં નવા કુંભારવાડા ખાતે આવેલ મુરલીધર એપાર્ટમેન્ટમાં રૂમ અચાનક બંધ થતા બાળકી અંદર ફસાઈ ગયેલ હતી, જે અંગેનો કોલ આવતા જ ઇન્ચાર્જ ફાયર ઓફિસર  અભય મહેતાના નેતૃત્વ હેઠળ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. સમયસરની ત્વરિત કાર્યવાહીથી રેસ્ક્યુ સાધનો વડે દરવાજો ખોલી બાળકીનો આબાદ બચાવ કરેલ હતો. લોકમેળા બંદોબસ્ત માં સ્ટાફ તથા વાહનો  રોકાયેલ હોવા છતા સમયસર રેસ્ક્યુ કામગીરી કરતા પરિવારે રાહત અનુભવી હતી. પોરબંદર મહાનગરપાલિકાનો ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ આવનારા સમયમાં પણ આવી જ જવાબદારી અને સતર્કતા સાથે શહેરજનોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ રહેશે, તેવું જણાવ્યું હતું.


પોરબંદર, 07 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદર

મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા આગ તથા આકસ્મિક

સંજોગોમાં લોકોના પ્રાણ બચાવવા, નુકસાન

ઓછું થાય તે માટે તથા શહેરમાં સુરક્ષાનું સુરક્ષિત વાતાવરણ જળવાય તે દિશામાં સતત

પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.

પોરબંદર

શહેરમાં નવા કુંભારવાડા ખાતે આવેલ મુરલીધર એપાર્ટમેન્ટમાં રૂમ અચાનક બંધ થતા બાળકી

અંદર ફસાઈ ગયેલ હતી, જે અંગેનો કોલ આવતા જ ઇન્ચાર્જ ફાયર

ઓફિસર અભય મહેતાના નેતૃત્વ હેઠળ ફાયર

વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.

સમયસરની ત્વરિત કાર્યવાહીથી રેસ્ક્યુ સાધનો વડે દરવાજો ખોલી બાળકીનો આબાદ બચાવ

કરેલ હતો.

લોકમેળા

બંદોબસ્ત માં સ્ટાફ તથા વાહનોરોકાયેલ

હોવા છતા સમયસર રેસ્ક્યુ કામગીરી કરતા પરિવારે રાહત અનુભવી હતી.

પોરબંદર

મહાનગરપાલિકાનો ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ આવનારા સમયમાં પણ આવી જ

જવાબદારી અને સતર્કતા સાથે શહેરજનોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ રહેશે, તેવું જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande