વેરાવળ બસ સ્ટેશન ખાતે સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ, મુસાફરોએ કચરો કચરા પેટીમાં જ નાખવા અને ગંદકી ન કરવા અપીલ કરાઇ
ગીર સોમનાથ, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે વેરાવળ એસ.ટી. બસ સ્ટેશન ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સફાઇ અભિયાનમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ, નગરપાલિકા કારો
વેરાવળ બસ સ્ટેશન ખાતે સફાઇ


ગીર સોમનાથ, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : સાપ્તાહિક સ્વછતા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે વેરાવળ એસ.ટી. બસ સ્ટેશન ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ સફાઇ અભિયાનમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ ગોહેલ, નગરપાલિકા કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, આગેવાન વિનોદભાઈ ભંભાણી તેમજ વેરાવળ ડેપોના કરટેકર ઇન્ચાર્જ વિભાગીય પરિવહન અધિકારી મુકેશભાઈ સોલંકી તથા વેરાવળ ડેપો મેનેજર દિલીપ શામળા સહિતનાઓ દ્વારા સફાઇ કરવામાં આવી હતી.

આ તકે નગરપાલિકાના પ્રમુખએ ઉપસ્થિત મુસાફરને જણાવ્યું હતું કે, કચરો કચરા પેટીમાં જ નાખવો જોઇએ, ગંદકી ના કરવી જોઇએ અને સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપવો જોઇએ.

તેમણે બસ ડેપોના સફાઇ કામદારોની કામગીરીને બિરદાવી આવી જ સફાઇ કાયમી ધોરણે જાળવી રાખવા માટે અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande