બોટાદ એસ.ટી. ડેપો ખાતે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો
બોટાદ, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : બોટાદ એસ.ટી. ડેપો ખાતે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર પરિવહન સાથે સંકળાયેલા બસ સ્ટેશન પર સ્વચ્છતા જળવાઈ રહે અને મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે હેતુથી “આપણું બસ સ્ટેશન, સ્વચ્છ બ
સ્વછતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


બોટાદ, 07 સપ્ટેમ્બર (હિ.સ.) : બોટાદ એસ.ટી. ડેપો ખાતે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર પરિવહન સાથે સંકળાયેલા બસ સ્ટેશન પર સ્વચ્છતા જળવાઈ રહે અને મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે હેતુથી “આપણું બસ સ્ટેશન, સ્વચ્છ બસ સ્ટેશન”ના સંકલ્પ સાથે સ્વચ્છતા રેલી યોજાઈ હતી.

સ્વચ્છતા કાર્યક્રમ દરમિયાન એસ.ટી. ડેપો પરિસર, પ્લેટફોર્મ, મુસાફરોની અવરજવરવાળા વિસ્તારો તેમજ આસપાસના સ્થળોએ સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી. સફાઈ કામગીરીમાં કર્મચારીઓ અને સફાઈમિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ડેપો પરિસરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા માટે કચરાનું યોગ્ય રીતે એકત્રિકરણ અને નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે યોજાયેલી સ્વચ્છતા રેલીમાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો. રેલી દરમિયાન સ્વચ્છતા અંગેના સંદેશા સાથે લોકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, કચરાપેટીનો ઉપયોગ કરવા અને બસ સ્ટેશનની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.

મુસાફરોને પણ બસ સ્ટેશનને પોતાનું સમજી સ્વચ્છ રાખવા અને અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો. સ્વચ્છ બસ સ્ટેશન માત્ર સુંદરતા માટે નહીં પરંતુ મુસાફરોના સ્વાસ્થ્ય અને સુવિધા માટે પણ જરૂરી હોવાનું જણાવાયું હતું.

સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ થકી બોટાદ એસ.ટી. ડેપોને સ્વચ્છ, સુંદર અને સ્વચ્છતાપ્રેમી વાતાવરણ પૂરું પાડવા માટે સામૂહિક જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande