ચાણસ્મા તાલુકાના ખોખલા ગામે હલકી ગુણવત્તાના કામની ફરિયાદે તળાવનું કામ અટકાવાયું.
પાટણ, 07 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોખલા ગામે 1200 વીઘા જમીનમાં પથરાયેલા તળાવની ફરતે સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન કામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાની ફરિયાદ સામે આવી હતી. સ્થાનિક પ્રતિનિધિઓના ધ
ચાણસ્મા તાલુકાના ખોખલા ગામે હલકી ગુણવત્તાના કામની ફરિયાદે તળાવનું કામ અટકાવાયું.


પાટણ, 07 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોખલા ગામે 1200 વીઘા જમીનમાં પથરાયેલા તળાવની ફરતે સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન કામમાં હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાની ફરિયાદ સામે આવી હતી. સ્થાનિક પ્રતિનિધિઓના ધ્યાને આ બાબત આવતા તેમણે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી.

ખોખલા ગામના સરપંચ મધુબેન ઠાકોર અને મીઠીધારીયાલ બેઠકના તાલુકા પંચાયત સદસ્ય આરતીબેન ઠાકોરે રજૂઆતમાં જણાવ્યું હતું કે સંરક્ષણ દિવાલના નિર્માણમાં હલકી ગુણવત્તાનો સિમેન્ટ વપરાઈ રહ્યો છે તેમજ ટેન્ડરની શરતોનું પાલન થતું નથી. જેના કારણે કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા હતા.

ફરિયાદને ગંભીરતાથી લઈ જિલ્લા કલેકટરે પાટણ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને તાત્કાલિક કામગીરી બંધ કરાવી તપાસ કરવા સૂચના આપી છે. તેમજ નિયમોનો ભંગ થયો હોવાનું સાબિત થાય તો જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande