
અમદાવાદ,07 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય મંત્રી અમિત શાહે રવિવારે ગોવામાં કહ્યું કે સરકારે નક્સલવાદ ખતમ કરી દીધો છે. હવે નશીલા પદાર્થોની સમસ્યાનો પણ તે જ રીતે સામનો કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, “નક્સલવાદ પછી નશીલા પદાર્થોની સમસ્યાનો પણ તે જ રીતે સામનો કરીશું. જેમણે તિરુપતિથી પશુપતિનાથ સુધીના રેડ કોરિડોરની કલ્પના કરી હતી, તેમણે હવે પોતાના હથિયાર હેઠા મૂકી દીધા છે અને મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયા છે
અમદાવાદના ઓઢવ એસપી રિંગ રોડ બ્રિજના છેડે માધવ એસ્ટેટના ગેટ પાસે એમડી ડ્રગ્સનો જથ્થો લઈને ઉભેલા યુવકને એસઓજીની ટીમે બાતમીના આધારે 4.80 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીની પુછપરછ કરતા રાજસ્થાનના બાડમેરથી ડ્રગ્સ માફિયાએ આપ્યું હતું. આ અંગે પોલીસે ફરાર આરોપી સામે પણ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
શહેરમાં પેટ્રોલિંગ કરતી એસઓજીની ટીમને બાતમી મળી હતી કે ઓઢવ એસપી રિંગ રોડ બ્રિજના છેડે આવેલા માધવ એસ્ટેટના ગેટ પાસે વાવ-થરાદ ખાતે રહેતો સચિન ઠાકોર એમડી ડ્રગ્સનો જથ્થો લઈને ઉભો છે. બાતમીને આધારે એસઓજીની ટીમે સ્થળ પર પહોંચી વોચ ગોઠવી હતી. દરમિયાન સચિન ઠાકોર મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે સચિનની તલાશી લેતા તેની પાસેથી 4.80 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં પોલીસે ડ્રગ્સના જથ્થા સહિત. 5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આરોપીની પૂછપરછ દરમિયાન સચિન ઠાકોરે આ એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના બાડમેર ખાતે રહેતા ઓમપ્રકાશ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ઓમપ્રકાશ સામે પણ ગુનો નોંધીને ઓમપ્રકાશ સાથે સચિનનો સંપર્ક કેવી રીતે થયો અને આ જથ્થો અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ