
જામનગર, 08 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગરમાં બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા પરંપરાગત આરોગ્યપ્રદ વારસાની જાળવણી અને સાંસ્કૃતિક વાતાવરણના નિર્માણ અર્થે સતત 18મા વર્ષે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થીના પાવન અવસરે યોજાનારી આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રભરમાંથી પુરુષો, મહિલાઓ તેમજ 14 વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે.
આ સ્પર્ધાનું આયોજન પવનચક્કી પાસે આવેલા વેજુમાં હોલ ખાતે સવારે 10 વાગ્યાથી કરવામાં આવ્યું છે. ભાગ લેનાર સ્પર્ધકોએ સ્થળ પર જ બનાવેલા મોદક રજૂ કરવાના રહેશે. ગૃહિણીઓ અને બાળકો સહિતના તમામ ઉત્સાહી સ્પર્ધકો માટે આ એક ઉત્કૃષ્ટ મંચ પૂરું પાડે છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત વાનગીઓને પ્રોત્સાહન આપવાની સાથે સમાજમાં એકતા, સહયોગ અને આનંદનું વાતાવરણ ઊભું કરવાનો છે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક તમામ માટે સ્થળ પર નોંધણીની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવી છે. મોદકપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિ સાથે આ આયોજનને સફળ બનાવવા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt