લોકમેળા દરમિયાન 58 ધંધાર્થીઓ પાસેથી રૂ. 15,850નો વહીવટી ચાર્જ વસૂલાયો.
પોરબંદર, 08 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના ચોપાટી મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળો–2026માં આવતા નાગરિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા તથા ફૂડ એ
લોકમેળા દરમિયાન 58 ધંધાર્થીઓ પાસેથી રૂ. 15,850નો વહીવટી ચાર્જ વસૂલાયો.

લોકમેળા દરમિયાન 58 ધંધાર્થીઓ પાસેથી રૂ. 15,850નો વહીવટી ચાર્જ વસૂલાયો.

લોકમેળા દરમિયાન 58 ધંધાર્થીઓ પાસેથી રૂ. 15,850નો વહીવટી ચાર્જ વસૂલાયો.

લોકમેળા દરમિયાન 58 ધંધાર્થીઓ પાસેથી રૂ. 15,850નો વહીવટી ચાર્જ વસૂલાયો.

લોકમેળા દરમિયાન 58 ધંધાર્થીઓ પાસેથી રૂ. 15,850નો વહીવટી ચાર્જ વસૂલાયો.

પોરબંદર, 08 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના ચોપાટી મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળો–2026માં આવતા નાગરિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેળા દરમિયાન સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ટીમ દ્વારા મેળા ગ્રાઉન્ડ ખાતે ખાણીપીણીના સ્ટોલ, ફૂડ ફેસ્ટિવલના સ્ટોલ તેમજ લારીઓમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન અખાદ્ય તથા હલકી ગુણવત્તાવાળા ખાદ્યપદાર્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જેમાં સોલે, ચણા, નૂડલ્સ, ભાત, બ્રેડ, ખીચડી, લોટ, લીંબુ, ડુંગળી અને તરબૂચ વગેરેના ખાદ્યજથ્થાનો સમાવેશ થાય છે. મેળા દરમિયાન તા. 03 સપ્ટેમ્બરના રોજ 5 ધંધાર્થીઓ પાસેથી 10 કિલો, તા. 04 સપ્ટેમ્બરના રોજ 12 ધંધાર્થીઓ પાસેથી 185 કિલો, તા. 05 સપ્ટેમ્બરના રોજ 13 ધંધાર્થીઓ પાસેથી 150 કિલો, તા. 06 સપ્ટેમ્બરના રોજ 10 ધંધાર્થીઓ પાસેથી 110 કિલો તથા તા. 07 સપ્ટેમ્બરના રોજ 10 ધંધાર્થીઓ પાસેથી 90 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આમ, કુલ 50 ધંધાર્થીઓ પાસેથી 545 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મેળો શરૂ થયો ત્યારથી તા. 07સપ્ટેમ્બર સુધી ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરનાર કુલ 58 ધંધાર્થીઓ પાસેથી રૂ. 15,850નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી ટીમ દ્વારા મેળા દરમિયાન સતત ચેકિંગ કરી ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે નિયમોનું પાલન કરાવવા માટે જરૂરી સૂચનાઓ તથા કાર્યવાહી કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande