વડાપ્રધાન અને અન્યોએ ભૂપેન હજારિકાને 100મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી, 08 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્યોએ મંગળવારે સંગીતકાર, ગાયક, ગીતકાર ડો. ભૂપેન હજારિકાને તેમની 100મી જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યુ
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 08 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્યોએ મંગળવારે સંગીતકાર, ગાયક, ગીતકાર ડો. ભૂપેન હજારિકાને તેમની 100મી જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું, મહાન ડો. ભૂપેન હજારિકાને તેમની 100મી જયંતિ પર યાદ કરી રહ્યો છું. તેમના અવાજમાં આસામનો આત્મા અને પૂર્વોત્તરની ભાવના સમાયેલી હતી, જે સમગ્ર દેશ સુધી પહોંચી. તેમણે પોતાના સંગીત દ્વારા અગણિત લોકોના વિચારો અને ભાવનાઓને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરી. તેમના ગીતોએ લોકોને એકબીજાની નજીક લાવ્યા. મને ગયા વર્ષે ગુવાહાટીમાં તેમના જન્મ શતાબ્દી સમારોહની શરૂઆતમાં સામેલ થવાનો સુખદ અનુભવ યાદ છે. ભૂપેન દાનું જીવન અને કાર્ય આવનારી પેઢીઓને પ્રેરિત કરતું રહેશે.

ઓમ બિરલાએ કહ્યું ,કે ભારત રત્નથી સન્માનિત મહાન સંગીતકાર, ગાયક, ગીતકાર અને પૂર્વોત્તર સહિત સમગ્ર ભારતના સાંસ્કૃતિક ચેતનાના સશક્ત સ્વર ડો. ભૂપેન હજારિકાના ગીતોમાં લોકજીવનની સંવેદનાઓ, આમ જનતાની આકાંક્ષાઓ, પ્રકૃતિ સાથેનો લગાવ અને માનવીય મૂલ્યોની ઊંડી અભિવ્યક્તિ જોવા મળે છે. તેમણે પોતાની સર્જનશીલતાના માધ્યમથી આસામની સમૃદ્ધ લોક-સંસ્કૃતિ અને પૂર્વોત્તર ભારતનો અવાજ દેશ-દુનિયા સુધી પહોંચાડ્યો. તેમની અમર રચનાઓ આજે પણ સંવેદના, સદ્ભાવ અને મનુષ્યતાનો સંદેશ આપે છે.

રાજનાથ સિંહે કહ્યું કે, સંસ્કૃતિના એક મહાન પ્રતીક અને દૂરંદેશી વિચારક તરીકે ડો. હજારિકાએ આસામના આત્માને અવાજ આપ્યો અને પોતાના સંગીત તથા ઊંડી માનવીય વિચારસરણી દ્વારા ભારતની સાંસ્કૃતિક વિરાસતને સમૃદ્ધ કરી. તેમની કાલજયી રચનાઓ કરુણા, સદ્ભાવ અને સામાજિક ન્યાયના આદર્શોને દર્શાવે છે અને દેશભરની પેઢીઓના હૃદયને સ્પર્શે છે. તેમનો અદ્ભુત વારસો આપણને પ્રેરિત કરતો રહે છે અને લોકોને એકજૂટ કરવા તથા સીમાઓથી પર લઈ જવાની કલા અને સંસ્કૃતિની સ્થાયી શક્તિની યાદ અપાવે છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, ભૂપેન દાના સંગીતે આસામી સંસ્કૃતિને તેની તમામ વિવિધતાઓ સાથે વિશ્વ મંચ પર પહોંચાડી અને તેમના ગીતોએ તે ભાવનાને દર્શાવી જેણે સમાજને સદીઓથી એકજૂટ રાખ્યો છે. તેમનો અમર વારસો રાષ્ટ્ર-નિર્માણના આપણા વિઝનને પ્રેરિત કરતો રહેશે.

કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, 'દિલ હૂમ હૂમ કરે...', 'ગંગા બહેતી હો ક્યોં...', 'સમય ઓ ધીરે ચલો...' જેવા અસંખ્ય ગીતોના માધ્યમથી તમે આપણા સૌના હૃદયમાં હંમેશા જીવંત રહેશો. પોતાના અનોખા અવાજ, ભાવપૂર્ણ રચનાઓ અને સંગીતની અદ્ભુત સાધનાથી તેમણે ભારતીય સંગીત જગતને સમૃદ્ધ કર્યું. તેમની કલા અને સંગીત પ્રત્યેનું સમર્પણ સંગીત પ્રેમીઓને હંમેશા પ્રેરિત કરતું રહેશે.

હિન્દુસ્થાન સમાચાર/શ્રદ્ધા દ્વિવેદી/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande