પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનુ આયોજન.
પોરબંદર, 08 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 10-09-2026ના રોજ, સવારે 11:00 કલાકે સરકારી વિનયન કોલેજ, રાણાવાવ, ઈચ્છાપૂર્તિ હનુમાનજી મંદિર પાસે, નેશનલ હાઈ-વે ,રાણાવાવ ખાતે રોજગાર ઈચ્છુક ઉમેદવારો માટે ભરતીમેળાનું આયોજન કરવામાં
પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળાનુ આયોજન.


પોરબંદર, 08 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તારીખ 10-09-2026ના રોજ, સવારે 11:00 કલાકે સરકારી વિનયન કોલેજ, રાણાવાવ, ઈચ્છાપૂર્તિ હનુમાનજી મંદિર પાસે, નેશનલ હાઈ-વે ,રાણાવાવ ખાતે રોજગાર ઈચ્છુક ઉમેદવારો માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં સ્થાનિક નોકરીદાતા ભવાની ફેબ્રીકેટર & એંજીનીયર પોરબંદર, એલ.આઈ.સી ઓફ ઇંડિયા, વાઈડ વિંગ્સ સ્કુલ, એસ.બી.આઈ લાઇફ ઇંસ્યોરંસ, તથા ઈંડિયન પોસ્ટ પેમેંટ બેંકના નોકરીદાતા હાજર રહેવાના છે.

જેમાં વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે ધોરણ 10 પાસ થી પોસ્ટ ગ્રેજયુએટ સુધીનાં રોજગાર ઈચ્છુક ઉમેદવારો માટે ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યુ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને આ રોજગાર મેળામાં વધુમાં વધુ ભાગ લેવા જિલ્લા રોજગાર અધિકારી પોરબંદર દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande