જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા રવી-૨૦૨૬-૨૭ માટે વિવિધ પાકોના બિયારણની ઓનલાઈન નોંધણી તા. ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થશે
જૂનાગઢ 08 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી રવી-૨૦૨૬-૨૭ ઋતુમાં વાવેતર માટે ચણાની GJG-3, GG-5, GJG-6, GG-7, GG-8 અને GKG-1, જીરૂની GC-4, ધાણાની GC-4, અને ઘઉંની Lok-1, GW-496 અને GW-513 જાતોના સર્ટિફાઈડ/ટ્રુથફુલ બિયારણના વેચ
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા રવી-૨૦૨૬-૨૭ માટે વિવિધ પાકોના બિયારણની ઓનલાઈન નોંધણી તા. ૧૦ સપ્ટેમ્બરથી શરૂ થશે


જૂનાગઢ 08 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી રવી-૨૦૨૬-૨૭ ઋતુમાં વાવેતર માટે ચણાની GJG-3, GG-5, GJG-6, GG-7, GG-8 અને GKG-1, જીરૂની GC-4, ધાણાની GC-4, અને ઘઉંની Lok-1, GW-496 અને GW-513 જાતોના સર્ટિફાઈડ/ટ્રુથફુલ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in ઉપર તા.૧૦-૦૯-૨૦૨૬ થી તા.૩૦-૦૯-૨૦૨૬ સુધી કરવાની રહેશે.

ખેડૂતમિત્રોએ જૂદી-જૂદી બે લીંક મારફત ચણા માટે તેમજ ઘઉં, જીરું, ધાણા માટે પણ અલગ અલગ ઓનલાઇન અરજીઓ કરી શકાશે. જેમાં કોઈ પણ પાકની કોઈ પણ એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તેજ પાક અને જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણનું વેચાણ સીડ હબ ગોડાઉન (યુનિવર્સીટી ગેટ નં.-૩), બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂ.કૃ.યુ., જૂનાગઢ ખાતેથી કરવામાં આવનાર છે. ખેડૂતમિત્રોએ કરેલ ઓનલાઈન અરજી મુજબ ચણામાં વધુમાં વધુ ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા.) તથા જીરૂમાં ૫ બેગ (૧૦ કિ.ગ્રા.), ધાણામાં ૧૦ બેગ (૨૦ કિ.ગ્રા.) અને ઘઉંમાં ૧૦ બેગ (૪૦૦ કિ.ગ્રા.) મુજબ મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂતભાઈઓએ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલા અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો.

ખેડૂતમિત્રોએ ઓનલાઈન અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર DND એક્ટીવ હશે તો તે ખેડૂતોને બિયારણ ખરીદીનો SMS મળતો નથી. તો જે ખેડૂતમિત્રોના મોબાઈલમાં આ સુવિધા હોય તો તેને દુર કરવી. ઘણી વાર નેટવર્ક પ્રોબ્લેમ કે અન્ય કોઈ કારણોસર પણ SMS મળતો નથી. તો તેના માટે થઈ ને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in ઉપર અરજી મંજુર થયેલ ખેડૂતમિત્રોનું લીસ્ટ મુકવામાં આવે છે. જેમાં આપનું નામ હોઈ અને મેસેજ મળેલ ન હોય તો તે લીસ્ટમાં જણાવેલ તારીખમાં બિયારણ લેવા આવી જવું. આમ, બિયારણ વિતરણ અને પાકના ભાવ સબંધિત માહિતી તેમજ ખેડૂતમિત્રોની મંજુર થયેલ યાદીનું લીસ્ટ જોવા માટે યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in દરરોજ જોતા રહેવી.વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ થી સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande