કોંગ્રેસે આરયુપીપી દ્વારા 10 હજાર કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો, જેપીસી દ્વારા તપાસની માંગ
નવી દિલ્હી, 09 સપ્ટેમ્બર (હિ.સ.). કોંગ્રેસે નોંધાયેલા બિન-માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો (આરયુપીપી) દ્વારા 10 હજાર કરોડ રૂપિયાથી વધુના કાળા નાણાંને સફેદ કરવા અને મોટા પાયે ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ સમગ્ર મામલાની સંયુક્ત સંસદીય સમિતિ (જેપી
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ


નવી દિલ્હી, 09 સપ્ટેમ્બર (હિ.સ.). કોંગ્રેસે નોંધાયેલા બિન-માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો (આરયુપીપી) દ્વારા 10 હજાર કરોડ રૂપિયાથી વધુના કાળા નાણાંને સફેદ કરવા અને મોટા પાયે ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ સમગ્ર મામલાની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા તપાસ કરાવવા અને કૌભાંડમાં સામેલ તમામ બોગસ ડોનર્સ, રાજકીય પક્ષો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ) વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવાની માંગ કરી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે, બુધવારે અહીં પાર્ટી મુખ્યાલયમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, દેશમાં 3,260 નોંધાયેલા બિન-માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો બનાવીને ઇતિહાસનો સૌથી મોટું ટેક્સ કૌભાંડ કરવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપની કથિત 'સી ટીમ' એ મળીને આ સંગઠિત રમત રમી છે, જેના હેઠળ 5 કરોડ રૂપિયાથી વધુ આવક ધરાવતા અબજોપતિઓના કાળા નાણાંને સફેદ કરવામાં આવ્યા.

ગોહિલે કહ્યું કે, 5 કરોડ રૂપિયાથી વધુની વાર્ષિક આવક પર 30 ટકા બેઝિક ટેક્સ, 37 ટકા સરચાર્જ અને 4 ટકા સેસ મળીને કુલ 42.7 ટકાથી વધુ ટેક્સ બને છે. આ ટેક્સથી બચવા માટે જનપ્રતિનિધિત્વ કાયદા અને આવકવેરા કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કરવામાં આવ્યો. આવકવેરા કાયદાની કલમ 80જીજીસી (વ્યક્તિઓ માટે) અને કલમ 80જીજીબી (કંપનીઓ માટે) હેઠળ રાજકીય પક્ષોને આપવામાં આવતા દાન પર 100 ટકા ટેક્સ મુક્તિ મળે છે. આ જ છૂટની આડમાં નકલી રાજકીય પક્ષોને કરોડોનું દાન આપવામાં આવ્યું અને 2 થી 15 ટકા સુધી કમિશન કાપીને બાકીની રકમ રોકડમાં પાછી આપી દેવામાં આવી.

તેમણે કહ્યું કે, આ પ્રકારના ગંભીર કૌભાંડ માટે આવકવેરા કાયદામાં કડક કાનૂની જોગવાઈઓ ઉપલબ્ધ છે. આવકવેરા કાયદાની કલમ 270એ(9) હેઠળ જાણી જોઈને ખોટી એન્ટ્રી અને ટેક્સ ચોરી કરવા પર 200 ટકા દંડ, કલમ 276C(1) અને કલમ 277 હેઠળ ફોજદારી કેસ અને 7 વર્ષ સુધીની કેદની સ્પષ્ટ જોગવાઈ છે. આ છતાં ઇનકમ ટેક્સ અપીલેટ ટ્રિબ્યુનલ (આઈટીએટી) દ્વારા આ કૌભાંડની પુષ્ટિ થયા પછી અને મીડિયામાં ખુલાસા પછી પણ સરકારે દોષિતો પર કોઈ દંડાત્મક કાર્યવાહી કરી નથી.

ગોહિલે કહ્યું કે, ચૂંટણી પંચે વર્ષ 2014 માં જ રાજકીય પક્ષોના દાન અને ખર્ચમાં પારદર્શિતાને લઈને વિસ્તૃત ગાઈડલાઈન્સ (માર્ગદર્શિકા) બહાર પાડી હતી, જેના હેઠળ આવા પક્ષોના સમગ્ર લેણદેણની વિગતો વેબસાઇટ પર સાર્વજનિક થવી જોઈતી હતી, પરંતુ તેમ કરવામાં આવ્યું નથી. તેમણે આરોપ લગાવ્યો કે, ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ સંડોવાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (સીએ) અને નકલી પક્ષો વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવાની ભલામણ કરી હતી, પરંતુ સત્તાના ઇશારે તપાસને દબાવી દેવામાં આવી.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ સમગ્ર સિન્ડિકેટની તપાસ માટે તાત્કાલિક જેપીસી ની રચનાની માંગ કરે છે. સાથે જ તમામ નકલી ડોનર્સ પર 200 ટકાની વૈધાનિક પેનલ્ટી (દંડ) લગાવવામાં આવે, સંડોવાયેલા લોકો અને સીએ વિરુદ્ધ 7 વર્ષની સજાવાળી જોગવાઈઓ હેઠળ ફોજદારી કેસ દાખલ થાય તથા દાન આપનાર વ્યક્તિઓ અને કંપનીઓની સાથે સાથે આ પક્ષોના સંચાલકોમાંથી ભાજપના પદાધિકારી બનેલા લોકોની સંપૂર્ણ યાદી સાર્વજનિક કરવામાં આવે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande