રાણાવાવમાં બે સગીર બહેનોના અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ
પોરબંદર, 09 સપ્ટેમ્બર (હિ.સ.) : રાણાવાવ વિસ્તારમાં બે સગીર બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા સંજય પાલાભાઈ બાબરીયા સામે 15 અને 17 વર્ષની સગીરાઓને લગ્નની લાલચ આપી
રાણાવાવમાં બે સગીર બહેનોના અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ


પોરબંદર, 09 સપ્ટેમ્બર (હિ.સ.) : રાણાવાવ

વિસ્તારમાં બે સગીર બહેનોનું

અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા સંજય પાલાભાઈ બાબરીયા સામે 15 અને 17 વર્ષની સગીરાઓને લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવી અલગ-અલગ તારીખ અને સમયે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આરોપીએ બંને સગીરાઓને અલગ-અલગ સમયે પોતાની સાથે લઈ જઈ લાંબા તેમજ દ્વારકા ખાતે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. આ ઉપરાંત સમગ્ર ઘટના અંગે કોઈને જાણ ન કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. બંને સગીર બહેનો સાથે બનેલી આ ગંભીર ઘટનાને પગલે પરિવારજનો દ્વારા રાણાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદના આધારે રાણાવાવ પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande