
પોરબંદર, 09 સપ્ટેમ્બર (હિ.સ.) : રાણાવાવ
તાલુકાના આદિત્યાણા ગામમાં
મકાનની અંદર ચાલતા જુગારના અખાડા પર એલ.સી.બીએ દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ, આદિત્યાણાના નવાપરા વિસ્તારમાં મહેર સમાજ પાસે આવેલા રહેણાંક મકાનમાં બહારથી લોકોને બોલાવી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમાડવામાં આવતો હતો.
બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી 10 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે જીગ્નેશ ઉર્ફે જોની વિરમભાઈ બારીયા, રવી છગનભાઈ વાસણ, મનિષ
રામભાઈ બાલસ, મેરામણ સામતભાઈ ઓડેદરા, નારણભાઈ જીવાભાઈ મોરી, દીપક ઉર્ફે દિલીપ લાખાભાઈ વાઢીયા, અક્ષય બાલુભાઈ ડાકી, રામ કરશનભાઈ વાજા, ભુપતભાઈ સવદાસભાઈ વાઢીયા અને કેશવભાઈ કાનાભાઈ કારાવદરાને ઝડપી પાડ્યા હતા. જયારે મકાન માલિક હીરા ડાયાભાઈ મોરી સ્થળ પર થી નાસી છૂટ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ.1,54,900 રોકડા તથા ગંજીપત્તાના પત્તા કબજે કર્યા હતા. આ મામલે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya