મહેસાણા શહેરના ચોરીના ગુનામાં 25 વર્ષથી નાસતા ફરતા આરોપીને પુણેથી ઝડપી પાડ્યો
મહેસાણા, 09 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા શહેર ''એ'' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા 25 વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ/ફર્લો સ્કોડ, મહેસાણાએ મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી ઝડપી પાડ્યો છે. નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલ
મહેસાણા શહેર 'એ' ડિવિઝનના ચોરીના ગુનામાં 25 વર્ષથી નાસતા ફરતા આરોપીને પુણેથી ઝડપી પાડ્યો


મહેસાણા, 09 સપ્ટેમ્બર (હિ.સ.) : મહેસાણા શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા 25 વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ/ફર્લો સ્કોડ, મહેસાણાએ મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી ઝડપી પાડ્યો છે. નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત આ સફળતા મળી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ PSI કે.જી. ચૌધરીની ટીમ આરોપીની શોધખોળમાં હતી.

દરમિયાન PC જયદેવસિંહ વજેસિંહ અને PC દિગ્વિજયસિંહ ગીરીશસિંહને હ્યુમન તથા ટેકનિકલ સોર્સ મારફતે માહિતી મળી હતી કે, મહેસાણા શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના ફેબ્રુઆરી 2002માં નોંધાયેલા ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી મશરા પુખરાજ પુરોહિત હાલ પુણે ખાતે રહે છે અને ફર્નિચરની દુકાન ચલાવે છે.

બાતમીના આધારે પોલીસ ટીમ 07 સપ્ટેમ્બરે પુણે પહોંચી હતી અને રાવેત ચોક, બી.આર.ટી.એસ. રોડ નજીક આવેલી રિદ્ધિ સિદ્ધિ ફર્નિચરની દુકાન ખાતે તપાસ કરી હતી. ત્યાંથી આરોપી મશરા સ/ઓ પુખરાજ ગીસુલાલજી પુરોહિત, ઉંમર 51 વર્ષ, મૂળ રહે. ખીરોડી, તા. સાંચોર, જી. ઝાલોર, રાજસ્થાન, મળી આવ્યો હતો.

પોલીસે તેને 08 સપ્ટેમ્બરે બપોરે 3:00 કલાકે પુણેથી હસ્તગત કર્યો હતો. ત્યારબાદ 09 સપ્ટેમ્બરે તેને મહેસાણા શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી સોંપવામાં આવ્યો હતો. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande