બગવાડા પાસે ભુવામાં એસટી બસ ફસાઈ, મોટી દુર્ઘટના ટળી
પાટણ, 09 સપ્ટેમ્બર (હિ.સ.)ચાણસ્માથી પાટણ બસ સ્ટેશન તરફ આવી રહેલી એસટી બસ બગવાડા પોલીસ ચોકી નજીક રોડ પર અચાનક પડેલા મોટા ભુવામાં ફસાઈ ગઈ હતી. ચાલુ બસ દરમિયાન રસ્તો ધસી જતાં બસનું એક પૈડું ભુવામાં ગરકાવ થઈ ગયું હતું. ઘટના સમયે બસમાં અનેક મુસાફરો સવા
બગવાડા પાસે ભુવામાં એસટી બસ ફસાઈ, મોટી દુર્ઘટના ટળી


પાટણ, 09 સપ્ટેમ્બર (હિ.સ.)ચાણસ્માથી પાટણ બસ સ્ટેશન તરફ આવી રહેલી એસટી બસ બગવાડા પોલીસ ચોકી નજીક રોડ પર અચાનક પડેલા મોટા ભુવામાં ફસાઈ ગઈ હતી. ચાલુ બસ દરમિયાન રસ્તો ધસી જતાં બસનું એક પૈડું ભુવામાં ગરકાવ થઈ ગયું હતું.

ઘટના સમયે બસમાં અનેક મુસાફરો સવાર હતા. જોકે, બસની ગતિ માત્ર 10થી 20 કિમી પ્રતિ કલાક જેટલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા અને કોઈને ઈજા કે જાનહાનિ થઈ નહોતી.

બસ ભુવામાં ફસાઈ જતા આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. જાણ થતાં પોલીસ ટીમ તથા સંબંધિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને બસને ભુવામાંથી બહાર કાઢવા સહિતની કામગીરી હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande