એટીએફ 4,567.76 રૂપિયા પ્રતિ કિલો લીટર સસ્તું, નવા દર લાગુ
નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.). તહેવારોની સીઝનની શરૂઆત પહેલા જ જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસીએસ) એ, એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં કિલોલીટર દીઠ રૂ. 4,567.76નો ઘટાડો કર્યો છે. એટીએફ ના ભાવમાં ઘટાડાને કારણે હવાઈ મુસાફરી સસ
એ.ટીએફ


નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.). તહેવારોની સીઝનની શરૂઆત પહેલા જ જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસીએસ) એ, એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં કિલોલીટર દીઠ રૂ. 4,567.76નો ઘટાડો કર્યો છે. એટીએફ ના ભાવમાં ઘટાડાને કારણે હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે. નવા દરો મંગળવારથી લાગુ થઈ ગયા છે.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, નવી દિલ્હીમાં એવિએશન ફ્યુઅલ એટીએફ રૂ. 5883 ઘટીને રૂ. 87,597.22 પ્રતિ કિલોલીટર (1000 લિટર) થઈ ગયું છે. તે જ સમયે, કલકતામાં એટીએફ 5,687.64 રૂપિયા સસ્તું થઈ ગયું છે અને હવે તે 90,610.80 રૂપિયા પ્રતિ કિલોલિટર થઈ ગયું છે.

એ જ રીતે, મુંબઈમાં એટીએફની કિંમત રૂ. 5,566.65 સસ્તી થઈ છે અને તે રૂ. 81,866.13 પ્રતિ કિલોલીટરના ભાવે ઉપલબ્ધ છે, જે અગાઉ રૂ. 87,432.78 પ્રતિ કિલોલીટર હતી. ચેન્નાઈમાં એટીએફ ની કિંમતમાં રૂ. 6,099.89નો ઘટાડો થયો છે, જે હવે રૂ. 90,964.43 પ્રતિ કિલોલીટર પર ઉપલબ્ધ છે.

નોંધનીય છે કે, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ને, જેટ ફ્યુઅલ પણ કહેવામાં આવે છે. તે વિમાનો ચલાવવા માટે વપરાતું બળતણ છે. તેના દર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ પર નિર્ભર કરે છે. એટીએફના ભાવમાં ઘટાડાથી સસ્તી હવાઈ મુસાફરીની અપેક્ષા વધે છે, જ્યારે એરલાઈન્સ કંપનીઓને રાહત મળે છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ પાશ / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande