નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.). ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ), તેના 561 સંગ્રહ કેન્દ્રો (ડેપો)માં લગભગ 23,750 કેમેરા ઈન્સ્ટોલ કરવાની યોજના ધરાવે છે. રાજ્યની માલિકીની એફસીઆઈ એ, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગની 100-દિવસની સિદ્ધિઓના ભાગ રૂપે આ યોજના તૈયાર કરી છે, જે હેઠળ તે સ્ટોરેજ કેન્દ્રો પર આધુનિક આઈપી-આધારિત વિડિઓ સર્વેલન્સ સિસ્ટમ્સને અપગ્રેડ કરી રહી છે.
ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે મંગળવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ નવી આઈપી-આધારિત સિસ્ટમના અમલીકરણથી ઉચ્ચ રિઝોલ્યુશન ઇમેજિંગ, બહેતર માપનીયતા અને રિમોટ એક્સેસ દ્વારા મોનિટરિંગ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થશે. આ નવી સર્વેલન્સ સિસ્ટમ્સમાં સ્થાપિત સીસીટીવી કેમેરા ઓનબોર્ડ એનાલિટીક્સ ફીચર્સ જેમ કે કેમેરા ટેમ્પરિંગ, કેમેરા ફિલ્ડ ઓફ વ્યુ ચેન્જ, કેમેરા બ્લર અથવા આઉટ ઓફ ફોકસ, મોશન ડિટેક્શન અને ટ્રિપ વાયર વગેરેને સપોર્ટ કરશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં એફસીઆઈ એ, તેમની અસરકારક દેખરેખ સુનિશ્ચિત કરવા માટે વિવિધ ડેપોમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ, નાણાકીય વર્ષ 2013-14માં 61 ડેપોમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, જેની સંખ્યા નાણાકીય વર્ષ 2014-15માં વધીને 67 થઈ ગઈ છે. આ 2018 સુધીમાં એફસીઆઈ ના કુલ 446 ડેપો સુધી વિસ્તરણ થયું. હાલમાં એફસીઆઈ ના 516 ડેપો સીસીટીવીની દેખરેખ હેઠળ છે. આ કેમેરાની લાઈવ વેબ ફીડ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર “વ્યૂ યોર ડેપો” ટેબમાં ઉપલબ્ધ છે.
નોંધનીય છે કે, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એ ભારતના ખાદ્ય અનાજ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ છે, જે અનાજની પ્રાપ્તિ, સંગ્રહ અને વિતરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એફસીઆઈની આ કાર્યક્ષમતા માત્ર દેશની ખાદ્ય સુરક્ષાને જ નહીં પરંતુ કૃષિ વિકાસને પણ ટેકો આપે છે. તેના ઘણા કાર્યોમાં, સમગ્ર દેશમાં બફર સ્ટોક જાળવવામાં આવે તેની ખાતરી કરીને, જાહેર વિતરણ પ્રણાલી અને ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંગ્રહ મહત્વપૂર્ણ છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/જિતેન્દ્ર તિવારી / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ