ઢાકા, નવી દિલ્હી, 07 ઓક્ટોબર (હિ.સ.) બાંગ્લાદેશમાં મહિલા આરક્ષિત બેઠક પરથી અવામી લીગના પૂર્વ સાંસદ નજમા બેગમ, ઉર્ફે શુલી આઝાદની ગઈકાલે રાત્રે ઢાકાના નિકેતન વિસ્તારમાંથી, ધરપકડ કરવામાં આવી હતી. ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચના એડિશનલ કમિશનર રેજાઉલ કરીમ મલિકે આ વાતની પુષ્ટિ કરી છે. ડેલી સ્ટારે તેના ન્યૂઝ પોર્ટલમાં આ માહિતી શેર કરી છે.
પોલીસ અધિકારી રેજાઉલ કરીમ મલિકે આજે સવારે જણાવ્યું કે, નજમા બેગમ ઉર્ફે શુલી આઝાદને બ્રાહ્મણબારિયા પોલીસને સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, નજમા બેગમને પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના નજીકના માનવામાં આવે છે. પોલીસનું કહેવું છે કે, તેના પર ઘણા ગંભીર આરોપો છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ