(અપડેટ) કરાચી એરપોર્ટ નજીક બ્લાસ્ટમાં ત્રણ વિદેશી નાગરિકોના મોત, 17 ઘાયલ
કરાચી, નવી દિલ્હી, 07 ઓક્ટોબર (હિ.સ.) પાકિસ્તાનમાં રવિવારે રાત્રે કરાચીમાં જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ વિદેશી નાગરિકો માર્યા ગયા અને 17 અન્ય ઘાયલ થયા. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝના સમાચારમાં આનો ઉલ્લેખ કર
કરાચી વિસ્ફોટ


કરાચી, નવી દિલ્હી, 07 ઓક્ટોબર (હિ.સ.) પાકિસ્તાનમાં રવિવારે રાત્રે કરાચીમાં જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક એક પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ વિદેશી નાગરિકો માર્યા ગયા અને 17 અન્ય ઘાયલ થયા. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝના સમાચારમાં આનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, કરીમાબાદ, ડિફેન્સ અને જમશેદ રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.

જિયો ન્યૂઝ અનુસાર, માલિરના વરિષ્ઠ પોલીસ અધિક્ષકે એરપોર્ટ ટ્રાફિક સિગ્નલ પાસે થયેલા વિસ્ફોટની પુષ્ટિ કરી છે. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે, આ ઘટના અંગે માલીર એસએસપી પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. વીડિયો ફૂટેજમાં ઘટનાસ્થળે ધુમાડાના ગોટેગોટા હતા અને આગ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી.

જો કે, ડોન અખબારે ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (પૂર્વ) કેપ્ટન (નિવૃત્ત) અઝફર મહેસરને ટાંકીને જણાવ્યું હતું કે, વિસ્ફોટમાં બે લોકો માર્યા ગયા હતા. વિસ્ફોટમાં સાત વાહનો નાશ પામ્યા હતા. તેમણે કહ્યું કે, વિસ્ફોટનું ચોક્કસ સ્વરૂપ નક્કી કરવામાં સમય લાગશે. ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે, આ આતંકવાદી ઘટના છે કે અકસ્માત. પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મીના માજીદ બ્રિગેડે એક નિવેદન જારી કરીને હુમલાની જવાબદારી સ્વીકારી છે.

પોલીસ અધિકારી ડૉ. સુમૈયા સૈયદે જણાવ્યું કે, એક પોલીસકર્મી અને એક મહિલા સહિત ઓછામાં ઓછા નવ ઘાયલોને જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોમાંથી બેને ક્લિફ્ટનની ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોની ઓળખ પોલીસ કોન્સ્ટેબલ વકાર અહેમદ (28), મોહમ્મદ ઇલ્યાસ (35), મોહમ્મદ નઈમ (51), રાનુ ખાન (35), અઝીમ મીર (45), તસ્લીમ નૂર (48), અલી રફીક (29) હમઝા અતીક (28) અને મોહિઉદ્દીન (30) સામેલ છે.

સિવિલ એવિએશન ઓથોરિટીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેની તમામ સંપત્તિઓ સુરક્ષિત છે અને ફ્લાઈટ્સ નિર્ધારિત મુજબ કાર્યરત છે. સિંધના ગવર્નર કામરાન ટેસોરીએ કહ્યું કે, તપાસ ચાલુ છે અને અટકળો ટાળવી જોઈએ. સિંધના ગૃહમંત્રી ઝિયાઉલ હસન લંજરે કહ્યું કે, આ એક આઈઈડી બ્લાસ્ટ હતો. વિસ્ફોટ સમયે વિદેશી નાગરિકોનો કાફલો આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. ચેનલ એઆરવાય ન્યૂઝ અનુસાર, જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સિગ્નલ પાસે વિસ્ફોટ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande