ટેનિસઃ ઇટલીએ રોમાંચક મેચમાં પોલેન્ડને 2-1થી હરાવીને, બિલી જીન કિંગ કપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો
માલાગા, નવી દિલ્હી,19 નવેમ્બર (હિ.સ.) ઇટાલિયન ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા સારા ઈરાની અને જાસ્મીન પાઓલિનીએ સોમવારે, પોલેન્ડ સામે 2-1થી રોમાંચક જીત મેળવીને કેટર્જીના કાવા અને ઇંગા સ્વિએટેકને હરાવી, ઇટલીને સતત બીજા વર્ષે બિલી
ટેનીશ


માલાગા, નવી દિલ્હી,19 નવેમ્બર (હિ.સ.)

ઇટાલિયન ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા સારા ઈરાની અને જાસ્મીન પાઓલિનીએ સોમવારે,

પોલેન્ડ સામે 2-1થી રોમાંચક જીત

મેળવીને કેટર્જીના કાવા અને ઇંગા સ્વિએટેકને હરાવી, ઇટલીને સતત બીજા વર્ષે બિલી જીન કિંગ કપની

ફાઇનલમાં પહોંચાડી દીધું.

લુસિયા બ્રોન્ઝેટ્ટીએ મેગ્ડા લિનેટ પર 6-4, 7-6(3) થી સિંગલ્સની જીત

સાથે ઇટાલિયનને આગળ કર્યું,

પરંતુ પછી 2 કલાક અને 36 મિનિટ સુધી

ચાલેલી મેચમાં સ્વાઇટેકે પાઓલિનીને 3-6, 6-4થી હરાવ્યો 6-4 અને પોલેન્ડને, ડ્રો અપાવી.

ઇટલિયન ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા સારા એરાની અને

જાસ્મિન પાઓલિની પછી નિર્ણાયક ડબલ્સ મેચમાં કેટાર્જીના કાવા અને ઇંગા સ્વિએટેકનો

સામનો કર્યો. મંગળવારે સવાર સુધી આ લડાઈ ચાલુ રહી હતી.

પોલેન્ડની જોડીએ પેરિસ 2024 ઓલિમ્પિક ચેમ્પિયન, ઈરાની અને પાઓલિની સામે શાનદાર લડત આપી

હતી. ઈટાલિયનોએ પ્રથમ સેટમાં ત્રણ સેટ પોઈન્ટ બચાવ્યા અને બીજા સેટમાં 5-1ની ખોટમાંથી

પુનઃપ્રાપ્ત કર્યા, આખરે 7-5, 7-5થી જીત મેળવી અને

સાતમી વખત અને સતત બીજા વર્ષે ફાઇનલમાં પહોંચ્યા. ગત વર્ષે ઈટાલીને ફાઇનલમાં

કેનેડા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચ પછી પાઓલિનીએ કહ્યું, તે મુશ્કેલ હતું, તીવ્રતા ઘણી વધારે હતી, હું ખૂબ જ થાકી ગઈ

હતી, પરંતુ મારે મારી ટીમ અને મારા દેશને બધું જ

આપવું હતું. સિંગલ્સમાં ઇગા સામે હાર્યા બાદ હું દુઃખી હતી, પરંતુ હું આ

મેચમાં લોકર રૂમમાં હું ગઈ અને સકારાત્મક રહેવાનો પ્રયત્ન કર્યો. કારણ કે હું જાણતી

હતી કે, મારા સાથી ખેલાડીઓને મારી જરૂર છે.

બુધવારની ફાઇનલમાં ઇટાલીનો સામનો બ્રિટન અથવા સ્લોવાકિયા

સાથે થશે, જેઓ મંગળવારે

અન્ય સેમિફાઇનલમાં એકબીજાનો સામનો કરશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande