અમેરિકામાં  આવવા લાગ્યા, હાલમાં ટ્રમ્પ હેરિસ કરતાં આગળ... 
વોશિંગ્ટન, નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ). આગામી ચાર વર્ષ માટે સંયુક્ત રાજ્ય અમેરિકાનું નેતૃત્વ કોણ કરશે? ચિત્ર સ્પષ્ટ થવામાં થોડો સમય લાગશે. મતદારોએ મંગળવારે તેમની કામગીરી પૂર્ણ કરી છે. આગામી રાષ્ટ્રપતિ કમલા હેરિસ અથવા ડોનાલ્ડ ટ્રમ્પ હશે તે નિશ્ચિત છ
અમેરિકા ચૂંટણી


વોશિંગ્ટન, નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ). આગામી ચાર વર્ષ માટે સંયુક્ત રાજ્ય અમેરિકાનું નેતૃત્વ કોણ કરશે? ચિત્ર સ્પષ્ટ થવામાં થોડો સમય લાગશે. મતદારોએ મંગળવારે તેમની કામગીરી પૂર્ણ કરી છે. આગામી રાષ્ટ્રપતિ કમલા હેરિસ અથવા ડોનાલ્ડ ટ્રમ્પ હશે તે નિશ્ચિત છે, પરંતુ મતદારો કોને સૌથી વધુ પસંદ કરશે તે તો મતગણતરી પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં ટ્રમ્પ હેરિસ કરતા આગળ છે.

થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 17 રાજ્યોમાં લીડ મેળવી લીધી છે. કુલ 538 ઈલેક્ટોરલ કોલેજ વોટમાંથી તેમને 177 વોટ મળ્યા. તેમના હરીફ અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, નવ રાજ્યોમાં આગળ છે. તેમને 99 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળ્યા છે. આ બેમાંથી જેને 270 ઈલેક્ટોરલ કોલેજ વોટ મળશે તે વ્હાઇટ હાઉસમાં રહેવાનો હકદાર બનશે.

ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, વોશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે. વોશિંગ્ટન ડીસી માં હોવર્ડ યુનિવર્સિટીમાં તેમની ચૂંટણી વોચ પાર્ટી યોજાઈ રહી છે. હેરિસ અને તેના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટિમ વોલ્ટ્ઝ, તેમના સમર્થકો સાથે ત્યાંથી પરિણામો જોશે. હેરિસે આ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, ફ્લોરિડામાં મતદાન કર્યું છે. તે ફ્લોરિડામાંથી મત ગણતરીના પરિણામો પણ જોશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande