અંબાજી, 14 ડિસેમ્બર (હિ. સ). એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર સવેલન્સ રાખવા સૂચના કરેલ હતી. જે સૂચના અન્વયે નારકોટીક્સ, આર્મસ વગેરે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવેલ હતું. દરમ્યાન ૧૩/૧૨/૨૦૨૪ના રોજ એ.ટી.એસ.ના પો.ઇન્સ. વાય.જી.ગુર્જર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે શાહિબાગ ખાતે સિવિલ હોસ્પિટલમાં ૨ માણસો પોતાના કબ્જામાં ગેરકાયદેસર હથિયાર સાથે આવેલ છે.
જે મળેલ માહિતીના આધારે એ.ટી.એસ. ગુજરાતના પો.ઇન્સ. વાય.જી.ગુર્જરએ પંચો તથા પો.સ.ઈ. બી.ડી.વાઘેલા તેમજ ટીમના માણસો સાથે શાહિબાગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલના ઇનગેટ તથા આઉટગેટ વચ્ચેના ભાગે આવેલ રોડ ઉપર ફુટપાથના ભાગે બેસેલ બે ઇસમો નામે (૧) મુનાફ અયુબભાઇ માકડ ઉ.વ. ૩૪ રહે. મુસ્લિમ સોસાયટી, જમઇ નગર બોટાદ, તથા (૨) તૌસિફ ભિખાભાઇ દાઉદભાઈ જાતે ખલિયાણિ(વોરા) ઉ.વ. ૨૩ રહે. મોહમદનગર, મદની સોસાયટી, બોટાદ નાઓને તેઓના કબ્જામાં સંતાડી રાખેલ ગેરકાયદેસરના અગ્નિઅસ્ત્ર સાથે પકડેલ છે જે પૈકી આરોપી નં. (૧) પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ ૦૧ તથા ૭.૬૫ બોરના રાઉન્ડ નંગ ૦૪ લોડેડ અને આરોપી નં. (૨) પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ ૦૧ તથા ૭.૬૫ બોરના રાઉન્ડ નંગ ૦૨ આમ કુલ ૦૨ પિસ્તોલ અને ૦૬ રાઉન્ડ મળી આવેલ છે. જે ગુન્હાના કામે કબ્જે લઈ બન્ને આરોપીઓને તારીખ ૧૩/૧૨/૨૦૨૪ ના ૧૬.૫૦ વાગે એ.ટી.એસ. પો.સ્ટે. ગુ.ર.નં ૦૨/૨૦૨૪ ધી આર્મ્સ એક્ટ કલમ નં ૨૫(૧-બી)એ તથા જી.પી. એક્ટ કલમ નં ૧૩૫(૧) મુજબના ગુન્હા હેઠળ પકડી અટક કરેલ છે. આ બન્ને આરોપી ગુનાઇત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી નં. (૧) મુનાફ માકડ પર ઈ.પી.કો. ૩૦૭ સાથે કુલ ૦૮ ગુના અને આરોપી નં. (૨) તૌસિફ ખલિયાણિ(વોરા) પર કુલ ૦૭ ગુના નોંધાયેલ છે. તેઓની વિગતવાર પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે, અંદાજે ૨ વર્ષ પહેલા સિરાજ ડોન અને અફઝલ નામના સખ્સોએ પકડાયેલ આરોપી નામે મુનાફ માકડ ના ભાઈ મોહસિન માકડની બાઇક પર જતા સમયે ફાયરિંગ કરી હત્યા કરી હતી. જે દરમ્યાન આરોપી મુનાફ માકડને પણ છરી વાગેલ હતી. આ હત્યાનો બદલો લેવા બન્ને આરોપી હથિયાર જોડે રાખતા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ