ભાવનગર મંડળના કર્મચારીઓની મદદથી રેલયાત્રી ની ટ્રોલી બેગ પાછી મળી
ભાવનગર 27 ડિસેમ્બર (હિ.સ.). વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય મુસાફરોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. એક રેલયાત્રી ટ્રેન નંબર 12971 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેનના A-1 કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. સોમવારે ધોળ
રેલયાત્રી ની ટ્રોલી બેગ પાછી મળી


ભાવનગર 27 ડિસેમ્બર (હિ.સ.). વેસ્ટર્ન રેલ્વે, ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ તેમના સમ્માનનીય મુસાફરોને શક્ય તમામ મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. એક રેલયાત્રી ટ્રેન નંબર 12971 બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેનના A-1 કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. સોમવારે ધોળા જંકશન સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે તેમની એક ટ્રોલી બેગ ટ્રેનમાંજ છુટી ગએલ હતી.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ભાવનગર પરા સ્ટેશન ખાતે શ્રી દિનાનાથ વર્મા (આસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર-બ્રોડગેજ વર્કશોપ) એ ઓન-ડ્યુટી સ્ટેશન માસ્ટર શ્રી એમ.એમ. રાઠોડને જાણ કરી કે ટ્રેન નંબર 12971 બાદ્રા-ભાવનગર સુપરફાસ્ટ ટ્રેનના A-1 કોચમાં એક મુસાફરની ટ્રોલી બેગ છુટી ગઈ છે. સ્ટેશન માસ્ટર શ્રી એમ.એમ. રાઠોડે પોઈન્ટમેનને મોકલીને ટ્રોલી બેગ ઉતારી અને રાખી લીધી. જે બાદ તેણે ધોળા અને સોનગઢ સ્ટેશન પર આ અંગે માહિતી આપી હતી. જ્યારે મુસાફર સાવરકુંડલા પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે તેમની એક ટ્રોલી બેગ ઓછી છે. તરત જ તેણે સાવરકુંડલા સ્ટેશન મારફતે ધોળા સ્ટેશનનો સંપર્ક કર્યો. ધોળા સ્ટેશન દ્વારા મુસાફરનો મોબાઈલ નંબર લેવામાં આવ્યો અને ભાવનગર પરા ના સ્ટેશનને આપવામા આવ્યો. ભાવનગર પરાનાં સ્ટેશન માસ્ટરે મુસાફર સાથે વાત કરી તો મુસાફરે કહ્યું કે તેનો સંબંધી સ્ટેશન પર જઈને ટ્રોલી બેગ લઈ જશે. જ્યારે મુસાફરના સંબંધી સ્ટેશને પહોંચ્યા ત્યારે સ્ટેશન માસ્ટરે જરૂરી પૂછપરછ કરી અને ટ્રોલી બેગ સોંપી દીધી. ટ્રોલી બેગ સુરક્ષિત રીતે મુસાફરને મળ્યા બાદ મુસાફરે રેલવે પ્રશાસનનો આભાર માન્યો હતો. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે ઉપરોક્ત કામગીરી બદલ સંબંધિત કર્મચારીઓની પ્રશંસા કરી હતી.

માશૂક અહમદ

વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક

પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

 rajesh pande