ગીર સોમનાથ તાલાલા તાલુકાનાં ધ્રામણવા ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ
ગીર સોમનાથ, 27 ડિસેમ્બર (હિ.સ.). તાલાલા તાલુકાના ધ્રામણવા ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી. ગ્રામ રોજગાર સેવક ભરતભાઈ ચૌહાણ દ્વારા સરક
સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ


ગીર સોમનાથ, 27 ડિસેમ્બર (હિ.સ.). તાલાલા તાલુકાના ધ્રામણવા ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી. ગ્રામ રોજગાર સેવક ભરતભાઈ ચૌહાણ દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ અંગે ઉપસ્થિત ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી.ગ્રામસભામાં ગ્રામજનોના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન કરવામાં આવ્યું હતું તેમજ NSAP અંતર્ગતના લાભો અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.

સામાજીક ઓડિટ ગ્રામસભામાં સરપંચશ્રીએ વધુમાં વધુ લોકો સરકારશ્રીની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લે તેવી ગ્રામજનોને અપીલ કરી હતી. આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર ગોવિંદભાઈ સોલંકી, સરપંચશ્રી ભીમસી ભાઈ ચુડાસમા, તલાટી શ્રી અતુલભાઈ મહેતા, ગ્રામ રોજગાર સેવક ભરતભાઈ ચૌહાણ તેમજ ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

 rajesh pande