પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.).
આજ રોજ સમી મોડેલ સ્કૂલમાં પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને પુસ્તકો અને લેખકોથી પરિચિત કરી, તેમને પુસ્તક વાંચન તરફ આકર્ષિત કરવો અને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો હતો. આ આયોજન શાળાના આચાર્ય એસ.જે. દવેના માર્ગદર્શન હેઠળ શાળા શિક્ષિકા દક્ષાબેન ચૌધરીએ કર્યું.
સૌપ્રથમ, વિદ્યાર્થીઓને સમુહમાં બેસાડી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનમા 1500 થી વધુ પુસ્તકો રાખવામાં આવ્યા હતા, જેને ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક જોઈને આનંદ માણ્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર