નેત્રંગ આરએફઓ તરીકે હું જ આવીશ મહિલા રાઉન્ડ ફોરેસ્ટરનો ઓડિયો થયો વાયરલ
-મોતિયા વન કુટીર ખાતે મજૂરોએ પગાર વધારા માટે કામ બંધ કરતા બેઠકનું રેકોર્ડિંગ કરેલ. -કોઈલીમાંડવીમાં 50 ખેર કપાયા અને હવે મીરાપોરમાં પણ આ મહિલા ફોરેસ્ટરની બેદરકારી સામે આવી -આ મહિલા ફોરેસ્ટર જંગલમાંથી લાકડાં ચોરોને મોકળું મેદાન આપી રહ્યા હોવાના પુરાવ
નેત્રંગ આરએફઓ તરીકે હું જ આવીશ મહિલા રાઉન્ડ ફોરેસ્ટરનો ઓડિયો થયો વાયરલ


-મોતિયા વન કુટીર ખાતે મજૂરોએ પગાર વધારા માટે કામ બંધ કરતા બેઠકનું રેકોર્ડિંગ કરેલ.

-કોઈલીમાંડવીમાં 50 ખેર કપાયા અને હવે મીરાપોરમાં પણ આ મહિલા ફોરેસ્ટરની બેદરકારી સામે આવી

-આ મહિલા ફોરેસ્ટર જંગલમાંથી લાકડાં ચોરોને મોકળું મેદાન આપી રહ્યા હોવાના પુરાવા પણ લોકો પાસે છે

-આરએફઓનો ચાર્જ લેવા ધમપછાડા કરતા મહિલા ફોરેસ્ટર ખેર કપાવી નેત્રંગ આરએફઓને બદનામ કરે છે

ભરૂચ 29 ડિસેમ્બર (હિ.સ.). નેત્રંગ વન વિભાગમાં આરએફઓ સહિત અન્ય ત્રણ વન કર્મચારીઓની બદલી થતાં નેત્રંગ આરએફઓની જગ્યા પર મહિલા રાઉન્ડ ફોરેસ્ટરને આ ચાર્જ લેવો હતો તેના માટે ધમ પછાડા કરી રહ્યા હતા પરંતુ આ ચાર્જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝઘડિયાના આરએફઓને સોપતા મહિલા રાઉન્ડ ફોરેસ્ટરને ચાર્જ નહીં મળતા કોઈલીમાંડવીના જંગલમાંથી 50 જેટલા ખેરના ઝાડ તસ્કરો દ્વારા કપાવી સગેવગે કરાવી નાખ્યા હતા. આ કૃત્ય કરીને આરએફઓને બદનામ કરવા માંગતા હતા અને પોતે આરએફઓની ખુરશી કબજે કરવા માંગતા હતા તેમાં સફળ નહિ થતા ફરી બીજો દાવ રજવાડી બીટમાં આવતા મીરાપોરના જંગલમાંથી બીજા અંદાજિત 50 જેટલા ખેરના ઝાડ કપાવ્યાની માહિતી મળી રહી છે.ત્યારે નેત્રંગ વનવિભાગના રાઉન્ડ ફોરેસ્ટરનો નેત્રંગ આરએફઓ તરીકે હું જ આવીશ.વેઠી લો.મારૂ પ્રમોશન છે.મને કોઈ અટકાવી નહીં શકે તેવો ઓડીયો વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

નેત્રંગ વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર હરીલા વસાવા જંગલનું નિકંદન કાઢવા બેઠા હોય તેમ એ જ્યા પણ ફરજ પર હોય ત્યાં કોઈલીમાંડવીમાં 50 જેટલા ખેર લાખો રૂપિયાના કપાયા તેની રીકવરી પણ ઓછી આવી છે ત્યારે બીજા જ મહિને હવે તે રાજવાડીમાં ગયા ત્યાં પણ ફરી 50 જેટલા ખેર કપાયા તેની હજી એફઓઆર કરવામાં નથી આવી ત્યારે ફરી આ બાબતે વન વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નીંદરમાંથી ઉઠે તપાસ કરે જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

રાઉન્ડ ફોરેસ્ટર હરીલા વસાવાની વાઈરલ ઓડિયો ક્લિપ તમને એવું નથી કેતી કે તમે આવુ જ કરો એમ તમે વેઠી લો બે ત્રણ મહિના પછી હું આવવાની જ છું એમ કૌ તમોને હું તમોને એવું કઉ વેઠી લો બેત્રણ મહિનામાં આ અઠવાડિયામાં પ્રમોશન છે જ આવવાની તો મે જ છું તમોને ચોખી વાત કહી દઉ આટલા મહિના વેઠી લો બે ત્રણ મહિનામાં આવવાની છું પછી મારી બાજુ જોવો કાતો સાહેબ બાજુ જોવો તને ખબર જ છે કાલે હું સર્કલ ઓફિસ એની જોડે જઈને જ આવી છું મે કાલે એની સુરત ગયેલી એની જોડે ઓફિસે તમને સાચું વાત કઉ આટલો જ ટુકડો કરીને આપી આવી છું હવે તે જશે સીધો ગાંધીનગર ગાંધીનગર કોઈ વિચારશે કે નહિ આ કામ કરે છે કે નહિ આયા શું કન્ડીશન છે આને જોવા કોઈ નહિ આવશે કેમ કરે છે આયરા સીધા કાગળિયાં બનશે એની પર અને સીધા ઓર્ડર આવશે એની સીસીએફ પર. હા એ પાંચ મહિના પહેલા મોતીયા રેન્જમાં મજૂરોએ પાંચ ટ્રેકટર રોપાના ભરેલા હતા ત્યારે મજૂરોએ કામ બંધ કરી દેતા કીધેલું હતું .બીજું મારી રેન્જમાં કોઈ ઈસમો ખેરની ચોરી કરીને લઈ જાય તે પણ મારી ગેરહાજરીમાં તો મને કેમ ખબર પડે અને હું મારા પગ ઉપર કુવાડો તો ના જ મારું ને જે આક્ષેપો થયા છે મારી ઉપર એ ખોટા છે અમે જંગલના રક્ષક છીએ તો ભક્ષકનું ના થાય કામ અમારાથી . હરીલા વસાવા ફોરેસ્ટર નેત્રંગ મીરાપોર બીટ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande