મોરીયાણા શ્રી નવરંગ વિદ્યામંદિર શાળાના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું
-કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 217માં સરસ્વતિધામની ભેંટ -ભારતભરમાં 309 વિદ્યાભવન બનાવવાનો સંકલ્પ છે કેશુ ગોટી સુરત ભરૂચ 29 ડિસેમ્બર (હિ.સ.). મોરીયાણા ગામે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 217માં સરસ્વતિધામનો
મોરીયાણા શ્રી નવરંગ વિદ્યામંદિર શાળાના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું


મોરીયાણા શ્રી નવરંગ વિદ્યામંદિર શાળાના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું


મોરીયાણા શ્રી નવરંગ વિદ્યામંદિર શાળાના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું


-કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 217માં સરસ્વતિધામની ભેંટ

-ભારતભરમાં 309 વિદ્યાભવન બનાવવાનો સંકલ્પ છે કેશુ ગોટી સુરત

ભરૂચ 29 ડિસેમ્બર (હિ.સ.). મોરીયાણા ગામે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 217માં સરસ્વતિધામનો લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.નવનિર્મિત શાળાના મકાનના મુખ્ય દાતા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના પ્રમુખ કેશુ એચ ગોટી અને તેમની સાથે I M HUMAN ગ્રુપના ટ્રસ્ટીઓ હાજર રહેલ હતા. આ સમારંભ દેવુસિંહ ચૌહાણ સાંસદ ખેડાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન રીતેશ વસાવા ધારાસભ્ય ઝઘડીયા અને મહેન્દ્રસિંહ વાંસદીયા પ્રમુખ ભરૂચ જિલ્લા પંચાયત તેમજ રાજસિંહ દિલિપસિંહ મહીડા, મંત્રી આદિવાસી સેવા સંઘ રાજપીપલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

લોકાર્પણ સમારોહના મુખ્ય શુભ ચિંતક તરીકે આર.આર.સરવૈયા ડીવાયએસપી કામરેજ, ડૉ.ભગીરથસિંહ પરમાર જિલ્લા શિક્ષણાધિકારી સુરત ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગમાં ભવનના લોકાર્પણ કર્તા ભરત શાહ પ્રમુખ છાયડો સુરત અને અશોકજી કાનૂન્ગો ચેરમેન લાયન કેન્સર ડિટેકશન સેન્ટર ટ્રસ્ટ પ્રતિષ્ઠિત કેન્સર હોસ્પિટલ સુરત ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન દેવુસિંહ ચૌહાણએ અમારે તો ઘણું શીખવાનું છે કેશુભાઈ તમે શિક્ષકોની તાલીમ રાખો ત્યારે મને પણ કહેજો હું પણ આવીશ તાલીમ લેવા આવીશ,આર.આર.સરવૈયા

ભરત શાહ દ્ધારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન ખાસ શાળાના સ્વપ્ત દ્રષ્ટા સ્વ.ઠા .વિરેન્દ્રસિંહ રઘુવીરસિંહ ગોહિલ વીરુદાદાની યાદમાં બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતુ. આ સમારોહમાં શાળાના અને આશ્રમશાળાના વિધાર્થીઓ દ્ધારા ભાતીગળ સાંસ્કૃત્તિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ વિદ્યાર્થીઓને ધારાસભ્ય રિતેશ વસાવા દ્ધારા 11 હજારનું પ્રોત્સાહન ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરીયાણાના સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ સમારોહનું આયોજન મોરીયાણા વિભાગ કેળવણી મંડળના મંત્રી પુષ્પરાજસિંહ ગોહિલ તેમજ ટ્રસ્ટ્રીઓ અને શાળાના આચાર્ય સુરેશજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.

ભારતભરમાં 309 વિદ્યાભવન બનાવવાનો સંકલ્પ છે અમારા આ અભિયાનમાં ભારતભરનો સર્વાંગી વિકાસ થાય બાળકો ગરીબાઈમાંથી ઉપર ઉઠે,સ્વાવલંબી અને સ્વાભિમાની બને ,કર્મઠ અને ઈમાનદાર બને અને પોતાનો પરિવાર ,રાષ્ટ્ર અને ભારતની સંસ્કૃતિનું જતન કરે આવી ભાવના સાથે ભાવનો બનાવીએ છીએ.માનવને નીચેથી ઉપર ઉઠાવવા સેમીનારો કરીએ છીએ તે સિવાય કોઈને ભોજનાલય,પ્રાર્થનાખંડ તેમજ ઉપર માળ લેવાનો હોય તો તેપણ કરી આપીએ છીએ.દુર્ગમ, સરહદી અને આદિવાસી વિસ્તારોમાં જ કામ કરીએ છીએ જ્યા અત્યંત જરૂરી છે.

કેશુ ગોટી સુરત દાતા

અમે 15 મિત્રોએ સાથે મળી I M HUMAN સંસ્થા રજીસ્ટર્ડ કરી બનાવી છે .અમે ટ્રાઈબલ વિસ્તારમાં જ્યા જરૂરિયાતમંદો છે ત્યાં સેવાકીય કાર્યો કરીએ છીએ.રાજેન્દ્ર મનીલાવાલા પ્રમુખ

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande