નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે, સોમવારે નવી દિલ્હીમાં ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પાંચમી પૂર્વ-બજેટ પરામર્શ બેઠક યોજી હતી. સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન, આગામી કેન્દ્રીય બજેટ 2025-26ની તૈયારીઓના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગના પ્રતિનિધિઓએ નાણામંત્રીને અનેક સૂચનો કર્યા હતા.
કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન સીતારમણે, આગામી કેન્દ્રીય બજેટ 2025-26 અંગે ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે પાંચમી પૂર્વ-બજેટ પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી, નાણા મંત્રાલયે એક એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા કરતી વખતે નાણામંત્રીએ ઉદ્યોગના પ્રતિનિધિઓ પાસેથી સૂચનો પણ લીધા હતા. આ સૂચનો આગામી કેન્દ્રીય બજેટમાં મુખ્ય આર્થિક પ્રાથમિકતાઓ અને પ્રાદેશિક પડકારોને સુનિશ્ચિત કરશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, નાણા સચિવ, રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ (દીપન) ના સચિવ અને આર્થિક બાબતોના વિભાગના સચિવ અને ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન માટેના વિભાગ સહિત મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર હતા. ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકારે, બેઠક દરમિયાન અર્થવ્યવસ્થા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
નોંધનીય છે કે, નાણામંત્રી સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ સંસદમાં આગામી નાણાકીય વર્ષ 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. પૂર્વ-બજેટ પરામર્શ બેઠક એ કેન્દ્રીય બજેટને આકાર આપવા માટે એક આવશ્યક પગલું છે, જે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે. આ બેઠકોમાં મળેલા સૂચનો વિવિધ હિતધારકોની જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ