આરબીઆઈ એમપીસીની બેઠક શરૂ, 6 ડિસેમ્બરે નિર્ણયો જાહેર થશે
મુંબઈ, નવી દિલ્હી, 04 ડિસેમ્બર (હિ.સ.) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈની દ્વિમાસિક મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) સમીક્ષા બેઠક, બુધવારે મુંબઈમાં શરૂ થઈ છે. આ વખતે પણ ત્રણ દિવસ સુધી ચાલનારી બેઠકમાં પોલિસી વ્યાજ દર રેપો રેટમાં ફેરફારની
બ્રંક


મુંબઈ, નવી દિલ્હી, 04 ડિસેમ્બર (હિ.સ.) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈની દ્વિમાસિક

મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) સમીક્ષા બેઠક, બુધવારે મુંબઈમાં શરૂ થઈ છે. આ વખતે પણ ત્રણ

દિવસ સુધી ચાલનારી બેઠકમાં પોલિસી વ્યાજ દર રેપો રેટમાં ફેરફારની શક્યતા ઓછી છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે,” આરબીઆઈ ગવર્નર શક્તિકાંત

દાસની અધ્યક્ષતામાં છ સભ્યોની એમપીસીની સમીક્ષા બેઠકમાં, પોલિસી વ્યાજ દર રેપો

રેટને યથાવત રાખી શકે છે.” નિષ્ણાતો માને છે

કે આરબીઆઈ ફરી એકવાર એમપીસીની સમીક્ષા બેઠકમાં પોલિસી વ્યાજ દર રેપો રેટને યથાવત

રાખી શકે છે.

વાસ્તવમાં, મધ્યસ્થ બેંક પાસે આ વખતે બહુ ઓછા વિકલ્પો હશે, કારણ કે છૂટક

ફુગાવાનો દર છ ટકાથી ઉપર છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં

(જુલાઈ-સપ્ટેમ્બર) ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ 5.4 ટકાના દરે વધી

છે. ભારતીય રિઝર્વ બેંકે ફેબ્રુઆરી 2023 થી પોલિસી વ્યાજ દર રેપો રેટ 6.5 ટકા પર રાખ્યો

છે. કોરોના મહામારી પહેલા 6 ફેબ્રુઆરી 2020ના રોજ, રેપો રેટ

5.15 ટકા હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande