કાઠમંડુ, નવી દિલ્હી,6 ડિસેમ્બર (હિં.સ.)
ભુતાનના રાજા અને રાણી દિલ્હીની બે દિવસની મુલાકાત બાદ, પોતાના દેશ પરત ફરતી વખતે
શુક્રવારે થોડો સમય કાઠમંડુમાં રોકાવાના છે. કાઠમંડુ પરિવહનના ભાગરૂપે, ભૂટાનના રાજા
કાઠમંડુમાં કોઈ રાજકીય બેઠક નહીં કરે, પરંતુ તેઓ બૌદ્ધ સંપ્રદાયના મુખ્ય ધાર્મિક
સ્થળોની મુલાકાત લેવાના છે.
કાઠમંડુમાં ભૂટાન દૂતાવાસ દ્વારા, આપવામાં આવેલી માહિતી
અનુસાર, “ભૂટાનના રાજા
જિગ્મે ખેસર વાંચુક, તેમના પરિવાર સાથે કાઠમંડુમાં પાંચ કલાક રોકાવાના છે.”
દૂતાવાસે એ પણ માહિતી આપી હતી કે,” ભૂટાનનો શાહી પરિવાર, કાઠમંડુ સ્થિત બૌદ્ધ
સ્તૂપ અને સ્વયંભૂની મુલાકાત લેવા જઈ રહ્યો છે. તેઓ દિલ્હીથી કાઠમંડુ થઈને ભુતાનના
પારો જવાના પરિવહનમાં હોવાથી. તેઓ અહીં જ રહેવાના છે.”
નેપાળના વિદેશ મંત્રાલયના ચીફ પ્રોટોકોલ ઓફિસરે જણાવ્યું
હતું કે,” કાઠમંડુમાં થોડા કલાકો સુધી, રોકાણ દરમિયાન ભૂટાનના શાહી પરિવારને
પ્રોટોકોલ મુજબ સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે.”
હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ