સિડની, નવી દિલ્હી,6 ડિસેમ્બર (હિં.સ.)
જોશ ઈંગ્લિસને ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે અને હવે તે
શેફિલ્ડ શીલ્ડ રમવા માટે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ટીમ સાથે જોડાયો છે.
ત્રણ વખતની ચેમ્પિયન વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા, જેઓ હાલમાં આ
ઉનાળામાં સ્ટેન્ડિંગમાં બીજા સ્થાને છે, તેણે આજથી એસસીજી ખાતે ન્યૂ સાઉથ વેલ્સ (એનએસડબ્લ્યુ) સામેની અથડામણ
માટે તેમની 13 સભ્યોની ટીમમાં
ઇંગ્લિસનો સમાવેશ કર્યો ન હતો.
પરંતુ ઑસ્ટ્રેલિયાએ એડિલેડમાં ભારત સામેની બીજી ટેસ્ટ માટે
તેમની ટીમમાં કોઈ ફેરફાર નહીં કરવાની પુષ્ટિ કર્યા પછી, ઇંગ્લિસ ગુરુવારે
સાંજે સિડની જવા રવાના થયા અને તેને વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા ઈલેવનમાં સામેલ કરવામાં
આવ્યો.
ઑસ્ટ્રેલિયાની વિસ્તૃત ટેસ્ટ ટીમનો ઇંગ્લિસ એકમાત્ર સભ્ય છે, જેમાં હવે બ્યુ
વેબસ્ટર, સીન એબોટ અને
બ્રેન્ડન ડોગેટનો સમાવેશ થાય છે, જેને શિલ્ડ મેચોના આ રાઉન્ડમાં રમવા માટે રિલીજ કરવામાં
આવશે.
આ રાઉન્ડ સોમવારે સમાપ્ત થાય છે, જેનો અર્થ છે કે
બ્રિસ્બેનમાં 14 ડિસેમ્બરથી શરૂ
થનારી ભારત સામેની ત્રીજી ટેસ્ટ માટે, ઇંગ્લિસ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,” જો જરૂર પડશે
તો ઇંગ્લિસને ટેસ્ટ ટીમમાં પરત બોલાવી શકાય છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ