કેલીફોર્નીયા માં શક્તિશાળી ભૂકંપ, પાછી સુનામી ની ચેતવણી 
ભૂકંપ ની તીવ્રતા 7.0 
ભૂકંપ


વોશિંગ્ટન,નવી દિલ્હી,06ડિસેમ્બર (હિ.સ.) અમેરિકાના કેલિફોર્નિયામાં ગુરુવારે સવારે, જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા7.0હતી. આ પછી સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જો કે,એક કલાક બાદ તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચાર અનુસાર,” કેલિફોર્નિયાના દરિયાકાંઠેથી30માઈલ દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પછી પાંચ લાખથી વધુ સેલફોન પર ઈમરજન્સી સુનામી એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ભૂકંપની તીવ્રતા7.0હોવા છતાં,યુ.એસ. ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર,ગ્રામીણ વિસ્તારમાં કરિયાણાની દુકાનોના જમીન પર કેન અને બોટલો વેરવિખેર હતી. આનું કારણ એ છે કે, તેનું કેન્દ્ર સાન ફ્રાન્સિસ્કો ખાડીથી200માઇલ ઉત્તરમાં પેસિફિક મહાસાગરમાં દૂરના વિસ્તારમાં હોવાનું છે.”

માર્ગીટ કૂક, 73,પેટ્રોલિયામાં જનરલ સ્ટોર ક્લાર્ક,એપીસેન્ટર,જણાવ્યું હતું કે,” તેણે53વર્ષમાં પ્રથમ વખત, આટલી જોરદાર ધ્રુજારી અનુભવી હતી. રસોડાના ફ્લોર પર મોટું રેફ્રિજરેટર પણ ઢળી પડેલું.” સાઈટ પાવર આઉટેજ.કોમયુએસનાઅનુસાર,ભૂકંપને કારણે હમ્બોલ્ટ કાઉન્ટીમાં,10,000થી વધુ ઘરોમાં વીજળી ડૂલ થઈ હતી.

ડૉ. જોન્સે કહ્યું કે,” સમાન શક્તિનો ધરતીકંપ કેલિફોર્નિયાના અત્યંત વસ્તીવાળા વિસ્તારોમાં વિનાશક હશે. આ ધરતીકંપ એક પ્રકારનો ‘સ્ટ્રાઈક સ્લિપ’ હતો. આમાં,ટેકટોનિક ભંગાણ લગભગ સંપૂર્ણ રીતે ક્ષતીજ થાય છે, તેના કારણે મોટી સુનામી આવવાની કોઈ શક્યતા નથી.” યુ.એસ. જીઓલોજિકલ સર્વેના સિસ્મોલોજી સેન્ટરના ડિરેક્ટર ક્રિસ્ટીન ગોલેટે જણાવ્યું હતું કે,” જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો તે અણધાર્યો હતો. ભૂકંપના કેન્દ્રની નજીકના વિસ્તારોમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે, આંચકો એવો હતો જાણે તે હાલતી-ચાલતી લિફ્ટ હોય.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande