નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ.સ.) બોલિવૂડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણે, દીકરીના જન્મ
બાદ તમામ કામમાંથી બ્રેક લઈ લીધો છે. તાજેતરમાં દીપિકાએ દિલજીત દોસાંજના
કોન્સર્ટમાં હાજરી આપી હતી. આ વખતે દિલજીતે ન માત્ર દીપિકાની બ્રાન્ડને પ્રમોટ કરી,
પરંતુ બંને સ્ટેજ પર સાથે પરફોર્મ કરતા જોવા મળ્યા. દિલજીતે તેનું લોકપ્રિય ગીત 'લવર' ગાયું હતું અને
દીપિકા તેના પર ડાન્સ કરતી જોવા મળી હતી.
દિલજીતે દીપિકાની બ્રાન્ડને પ્રમોટ કરી
દિલજીતે પોતાના મ્યુઝિક કોન્સર્ટમાં દીપિકા પાદુકોણની,
બ્યુટી બ્રાન્ડને પ્રમોટ કરી હતી. સૌથી પહેલા તે દીપિકાની બ્રાન્ડની પ્રોડક્ટ
હાથમાં લે છે અને ચાહકોને પૂછે છે, 'આ કોનું છે, કોઈને ખબર છે?' ત્યારે બધા દીપિકાનું નામ બોલાવે છે. આ પછી દિલજીત કહે છે, હું આનાથી નહાઉં
છું, આનાથી મારો ચહેરો
ધોઉં છું. આ મારી સુંદરતાનું રહસ્ય છે.” આ પછી, તે સ્ટેજની પાછળ બેઠેલી દીપિકાને, સ્મિત સાથે સ્ટેજ પર
બોલાવે છે.
દિલજીતે, દીપિકાના વખાણ કર્યા
એક વીડિયોમાં દીપિકા અને દિલજીત 'લવર' ગીત પર સાથે
ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દીપિકા
તેને કેટલીક કન્નડ લાઈન્સ શીખવતી જોવા મળી રહી છે અને દર્શકોને તેના માટે તાળીઓ
પાડવા માટે મજબૂર કરી રહી છે. અભિનેત્રીના વધુ વખાણ કરતા દિલજીત કહે છે, 'શું તમે વિશ્વાસ
કરી શકો મારા મિત્રો, તમે મોટા પડદા પર
જોયેલી સૌથી સુંદર અભિનેત્રી આજે આપણી વચ્ચે છે. તેણે પોતાના દમ પર બોલિવૂડમાં
પોતાનું એક અનોખું સ્થાન બનાવ્યું છે. આપને ગર્વ હોવો જોઈએ, અમે બધા છીએ.”
આ ક્ષણનો વીડિયો શેર કરતી વખતે દિલજીતે લખ્યું, 'ક્વીન દીપિકા
પાદુકોણ.', જેના પર દીપિકાએ
કહ્યું, 'આ યાદો માટે આભાર,
ધન્યવાદ.'
દીપિકા છેલ્લે નાગ અશ્વિનની 'કલ્કી 2898 એડી'માં પ્રભાસ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન સાથે જોવા મળી હતી. આ સાયન્સ
ફિક્શન ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. તેણે રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેઇન'માં પણ શક્તિ
શેટ્ટીની ભૂમિકા ભજવી હતી.
અભિનેત્રી દીપિકા અને રણવીર સિંહે, આ વર્ષે 8 સપ્ટેમ્બરે
તેમની પુત્રી દુઆનું સ્વાગત કર્યું હતું. પુત્રીના જન્મથી તે બ્રેક પર છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ