બાંગ્લાદેશમાં ફરી એકવાર ઈસ્કોન મંદિરમાં આગચંપી, હિંદુઓ પર હુમલા વધ્યા
ઢાકા/કોલકાતા, નવી દિલ્હી, 08 ડિસેમ્બર (હિ.સ.) બાંગ્લાદેશના ઢાકા જિલ્લાના ધૌર ગામમાં શનિવારે વહેલી સવારે અજાણ્યા હુમલાખોરો દ્વારા, ઈન્ટરનેશનલ કૃષ્ણભાવનામૃત સંઘ (ઈસ્કોન)ના મંદિરને આગ ચાંપી દેવામાં આવી હતી. ઇસ્કોન બાંગ્લાદેશના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્
બાંગ્લાદેશ માં મંદિર મૂર્તિઓ તોડી


ઢાકા/કોલકાતા, નવી દિલ્હી, 08 ડિસેમ્બર (હિ.સ.) બાંગ્લાદેશના ઢાકા જિલ્લાના ધૌર ગામમાં શનિવારે વહેલી સવારે અજાણ્યા હુમલાખોરો દ્વારા, ઈન્ટરનેશનલ કૃષ્ણભાવનામૃત સંઘ (ઈસ્કોન)ના મંદિરને આગ ચાંપી દેવામાં આવી હતી.

ઇસ્કોન બાંગ્લાદેશના જનરલ સેક્રેટરી ચારુ ચંદ્ર દાસ બ્રહ્મચારીએ જણાવ્યું હતું કે, મંદિરની ટીનની છત ઊંચકીને આગ લગાડવામાં આવી હતી. આગ ઝડપથી ઓલવાઈ ગઈ હતી, પરંતુ એક પ્રતિમાને નુકસાન થયું હતું અને પડદા બળી ગયા હતા, તેમણે કહ્યું. આ ઘટના શનિવારે બની હતી.

દરમિયાન, ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે આ ઘટનાની સખત નિંદા કરી અને કહ્યું કે, ધૌર ગામમાં ઈસ્કોન નમહટ્ટા કેન્દ્ર સંપૂર્ણપણે બળી ગયું છે. તેમણે કહ્યું, મંદિરમાં સ્થાપિત શ્રી રાધા-કૃષ્ણ અને શ્રી મહાભાગ્ય લક્ષ્મી નારાયણની મૂર્તિઓ સહિત, ત્યાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી.

દાસે માહિતી આપી કે, આ ઘટના સવારે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે બની હતી. તેણે કહ્યું, મંદિરની પાછળની બાજુથી ટીનની છત ઉપાડવામાં આવી હતી, તેમાં પેટ્રોલ અથવા ઓક્ટેન રેડવામાં આવ્યું હતું અને આગ લગાડવામાં આવી હતી.

હિંદુઓ પર વધતા હુમલા-

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ, આ સ્થિતિ વધુ તંગ બની છે. ચિન્મય કૃષ્ણ દાસ, અગાઉ ઇસ્કોન બાંગ્લાદેશના સભ્ય હતા, હવે તેઓ બાંગ્લાદેશ સમિત સનાતની જાગરણ જોત સંગઠનના પ્રવક્તા છે. રાજદ્રોહના આરોપમાં ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 25 નવેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી.

26 નવેમ્બરના રોજ, જ્યારે તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા, ત્યારે મદદનીશ સરકારી વકીલ સૈફુલ ઈસ્લામ અલિફને તેમના સમર્થકો દ્વારા ચટગાંવમાં વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયા હતા.

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ-

ભારતના ત્રિપુરા રાજ્યમાં હિંદુઓ પર વધી રહેલા હુમલાઓ અને ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના વિરોધમાં અગરતલામાં બાંગ્લાદેશી મિશન પર વિરોધીઓએ હુમલો કર્યો. આ પછી બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતીય દૂતાવાસને બોલાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

આસામમાં વિરોધ-

અહીં, ભારતના આસામ રાજ્યમાં બરાક વેલી હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશને જાહેરાત કરી છે કે, તેઓ બાંગ્લાદેશના કોઈપણ નાગરિકને ત્યાં સુધી રહેવા દેશે નહીં જ્યાં સુધી લઘુમતીઓ અને હિંદુઓ પરના હુમલા બંધ ન થાય. બરાક ખીણના ત્રણ જિલ્લા - કછાર, શ્રીભૂમિ (અગાઉ કરીમગંજ) અને હૈલકાંડી - બાંગ્લાદેશના સિલ્હેટ પ્રદેશ સાથે 129 કિમીની સરહદ વહેંચે છે.

બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર હુમલાથી બંને દેશોના સંબંધો બગડી શકે છે. ભારતીય અને બાંગ્લાદેશી સમુદાયમાં આ મુદ્દે ભારે રોષ છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande