એડિલેડ, નવી દિલ્હી,08 ડિસેમ્બર (હિ.સ.) એડિલેડમાં બોર્ડર ગાવસ્કર
ટ્રોફી હેઠળ રમાયેલી બીજી ટેસ્ટ (ડે-નાઈટ) મેચમાં ઓસ્ટ્રેલિયાએ, ભારતીય ટીમને 10 વિકેટે હરાવ્યું
છે. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 19 રનનો ટાર્ગેટ હતો, જે તેણે કોઈ વિકેટ ગુમાવ્યા વિના સરળતાથી હાંસલ કરી લીધો
હતો. આ જીત સાથે પાંચ મેચની સિરીઝ હાલમાં 1-1ની બરાબરી પર છે. ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ ટેસ્ટ 295 રને જીતી હતી.
આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ, ટોસ જીતીને પ્રથમ
બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે પ્રથમ દાવમાં 180 રન બનાવ્યા હતા.
આ પછી ઓસ્ટ્રેલિયાએ તેના પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા અને 157 રનની લીડ મેળવી લીધી. ભારતીય ટીમે બીજા દાવમાં 175 રન બનાવ્યા હતા
અને 18 રનની લીડ મેળવી
હતી. આ રીતે યજમાન ટીમને 19 રનનો ટાર્ગેટ
મળ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં કોઈ પણ નુકશાન વિના જીત મેળવી હતી.
ઓપનિંગ બેટિંગ કરતા ઉસ્માન ખ્વાજા 9 રન બનાવીને અણનમ રહ્યા હતા અને નાથન મેકસ્વીની 10 રન બનાવીને અણનમ
રહ્યા હતા. શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે.
ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહે 4-4 અને નીતિશ
રેડ્ડી અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.
ભારતનો પ્રથમ દાવ 180 રન સુધી મર્યાદિત હતો, નીતિશ સૌથી વધુ સ્કોરર હતો.
આ પહેલા ભારતે તેના પ્રથમ દાવમાં 180 રન બનાવ્યા હતા.
ભારત તરફથી નીતિશ રેડ્ડીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 42 રન બનાવ્યા હતા.
નીતીશ સિવાય કેએલ રાહુલે 37,
શુભમન ગિલે 31, રવિચંદ્રન
અશ્વિને 22 અને રિષભ પંતે 21 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લીધી હતી. સ્ટોર્ક ઉપરાંત કેપ્ટન પેટ કમિન્સ અને
સ્કોટ બોલેન્ડે 2-2 વિકેટ ઝડપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ