ખેડૂતો શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરી, પોલીસે તેમને રોક્યા, એક ડઝન ખેડૂતો ઘાયલ
-હરિયાણા પોલીસે ફૂલોની વર્ષા બાદ ટીયર ગેસના શેલ છોડ્યા હતા, -એક ખેડૂતની હાલત ગંભીર, પીજીઆઈમાં રિફર કરવામાં આવી હતી. અંબાલા, નવી દિલ્હી, 8મી ડિસેમ્બર (હિં.સ.) હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ રવિવ
કિસાન


-હરિયાણા પોલીસે ફૂલોની વર્ષા બાદ ટીયર ગેસના શેલ છોડ્યા હતા,

-એક ખેડૂતની હાલત

ગંભીર, પીજીઆઈમાં રિફર

કરવામાં આવી હતી.

અંબાલા, નવી દિલ્હી, 8મી ડિસેમ્બર (હિં.સ.)

હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ રવિવારે બપોરે દિલ્હી તરફ

કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને ખેડૂતો વચ્ચે લગભગ ચાર કલાક સુધી ઘર્ષણ

ચાલુ રહ્યું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા એરગનનો ઉપયોગ કરીને, ખેડૂતો પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. ખેડૂતોએ દાવો

કર્યો હતો કે, પોલીસે આ બધું ડરાવવા માટે કર્યું અને થોડી જ

ક્ષણોમાં તોપોમાંથી ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા. કેટલાક કલાકો બાદ ખેડૂતોએ કૂચ

મોકૂફ રાખી પરત ફર્યા હતા.

શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ, આજે ​​બીજી વખત દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ખેડૂતો આગળ વધવા લાગ્યા કે, તરત જ હરિયાણા

પોલીસે તેમને રોકવા માટે ઘેરાબંધી શરૂ કરી દીધી. આ પછી ખેડૂતોએ, બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આના પર હરિયાણા

પોલીસે ટીયર ગેસના, શેલ છોડ્યા, જેમાં 7-8 ખેડૂતો ઘાયલ

થયા. આ સાથે ખેડૂતો પર પણ પાણીનો વરસાદ થયો હતો. જો કે, આ દરમિયાન, હરિયાણા પોલીસે

પણ ખેડૂતો પર, ફૂલોની વર્ષા કરી હતી. આ મૂંઝવણ વચ્ચે ખેડૂતો

પર ટીયર ગેસના શેલ વરસવા લાગ્યા. ખેડૂતોમાં નાસભાગ મચી ગઈ હતી.

ખેડૂત નેતા સર્વન પંઢેરના જણાવ્યા અનુસાર, ‘એક ખેડૂતની હાલત

નાજુક છે. તેને ચંડીગઢ પીજીઆઈમાં રીફર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જૂથને પાછા

બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.” તેમણે કહ્યું કે,” આવતીકાલે બંને ફોરમ નક્કી

કરશે કે, ક્યારે આગળ વધવું.” ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે,” ઘણા ઘાયલ ખેડૂતો

ઓક્સિજન ગેસ સિલિન્ડર લઈને હોસ્પિટલમાં ગયા છે.”

પંઢેરે જણાવ્યું હતું કે,” ફૂલોની વર્ષા બાદ ગોળીઓ

ચલાવવામાં આવી હતી. પોલીસે રબરની ગોળીઓ ચલાવી હતી. એક ખેડૂતને તેના માથા પર

ટીયરગેસનો બોમ્બ વાગ્યો હતો. હરિયાણા પોલીસે બેવડી નીતિ અપનાવી. પ્રથમ ચા ખેડૂતોને

આપવામાં આવી હતી. આ પછી ફૂલો છોડવામાં આવ્યા હતા, પરંતુ તેની સાથે ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો

હતો. વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.” તેમણે કહ્યું કે,” આગામી માર્ચ

અંગેનો નિર્ણય આવતીકાલે લેવામાં આવશે.”

હિન્દુસ્થાન સમાચાર / નરેશ કુમાર ભારદ્વાજ / સંજીવ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande