ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ.
નવી દિલ્હી, 8 ડિસેમ્બર (હિ.સ.) પ્રખ્યાત નિર્દેશક અને નિર્માતા સુભાષ ઘાઈને, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નબળાઇ અનુભવવા અને તેમની હાલત વધુ ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર શરૂ
ઘાઈ


નવી દિલ્હી, 8 ડિસેમ્બર (હિ.સ.) પ્રખ્યાત નિર્દેશક અને નિર્માતા સુભાષ ઘાઈને, મુંબઈની

લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નબળાઇ અનુભવવા અને તેમની હાલત વધુ

ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર શરૂ

કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ડોક્ટરોની એક ટીમ સુભાષ ઘાઈ પર ચાંપતી નજર રાખી

રહી છે. ડૉ.નિતિન ગોખલે, ડૉ.જલીલ પારકર, ડૉ.વિજય ચૌધરી

જેવા નિષ્ણાતો ડૉ.સુભાષ ઘાઈની સારવાર કરી રહ્યા છે.

લીલાવતી હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે,” સુભાષ ઘાઈની

હાલતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. તેમને આઈસીયુમાંથી બહાર લાવવામાં આવ્યા છે.”

દરમિયાન સુભાષ ઘાઈના પ્રવક્તાએ માહિતી આપી હતી કે,” હવે સુભાષ ઘાઈની તબિયત સારી

છે. બુધવારના રોજ સુભાષ ઘાઈને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, નબળાઈ અનુભવાઈ

અને વારંવાર ચક્કર આવવા લાગ્યા. બુધવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

અને આઈસીયુમાં સારવાર શરૂ કરવામાં આવી હતી.” પ્રાપ્ત માહિતી અનુસાર, બાદમાં તેમને આઈસીયુમાંથી

બહાર લાવવામાં આવ્યા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સુભાષ ઘાઈ શરૂઆતથી જ એક્ટર બનવા

માંગતા હતા. પરંતુ તેમના નસીબનું પૈડું એ રીતે ફર્યું કે, અભિનેતા બનવા નીકળેલા

સુભાષ ઘાઈએ ઘણા કલાકારોને સુપરસ્ટાર બનાવી દીધા. રાજ કપૂર પછી સુભાષ ઘાઈને

બોલિવૂડના બીજા શોમેન માનવામાં આવે છે. સુભાષ ઘાઈએ તેમની દાયકાઓ લાંબી

કારકિર્દીમાં લગભગ 16 ફિલ્મોનું,

નિર્દેશન કર્યું છે.જેમાંથી 13 સુપરહિટ રહી હતી. 2006માં તેમને ફિલ્મ 'ઇકબાલ' માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2004માં રિલીઝ થયેલી

એતરાઝનું નિર્દેશન સુભાષ ઘાઈએ કર્યું ન હતું, પરંતુ તેમણે ફિલ્મનું નિર્માણ કર્યું હતું. તાજેતરમાં સુભાષ

ઘાઈએ આ ફિલ્મની સિક્વલની જાહેરાત પણ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ

અક્ષય કુમાર, પ્રિયંકા ચોપડા

અને કરીના કપૂરની જગ્યાએ નવા ચહેરાને લાવશે. આ સિવાય સંજય દત્ત સાથે, સુભાષ ઘાઈની

સુપરહિટ ફિલ્મ 'ખલનાયક'નો બીજો ભાગ પણ

ટૂંક સમયમાં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, સુભાષ ઘાઈ ખલનાયક 2 પર પણ કામ કરી રહ્યા છે

હિંદુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande