જોધપુર, નવી દિલ્હી, 08 ડિસેમ્બર (હિ.સ.)
ગૃહમંત્રી અમિત શાહે રવિવારે જોધપુરમાં દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ
પટેલની, પ્રથમ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. જો તે ત્યાં ન હોત તો કદાચ જોધપુર
આજે પાકિસ્તાનનો ભાગ હોત. એ વાત પણ સાચી છે કે, જો સરદાર પટેલ ન હોત તો દેશના
રજવાડાઓનું એકીકરણ શક્ય બન્યું ન હોત. તેમણે જ રાજસ્થાનના જોધપુર અને ગુજરાત જેવા
રજવાડાઓને ભારતમાં ભેળવી દીધા હતા. જોધપુરની એરવેઝને વ્યૂહાત્મક રીતે વિકસાવી અને
અહીંના મહારાજાને વિલીનીકરણ માટે રાજી કર્યા.”
તેમણે કહ્યું કે,”
આ પણ વાસ્તવિકતા છે કે, સરદાર પટેલ સાથે કોઈએ ન્યાય કર્યો નથી. ભાજપના શાસન પહેલા
તેમને, સન્માન મળ્યું ન હતું. કોંગ્રેસ પાર્ટીમાં માત્ર એક જ પરિવારને આદર આપવામાં
આવ્યો હતો.જ્યારે સરદાર પટેલે દેશની આઝાદી સમયે ભારતના ટુકડા થઈ જવાની
ચર્ચિલની ભવિષ્યવાણીને ખોટી સાબિત કરી હતી.”
ગૃહમંત્રીએ કહ્યું કે, “સરદાર પટેલે
સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે તેમણે કહ્યું હતું કે, દેશના તમામ
તીર્થસ્થળો અને મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે, પરંતુ કોંગ્રેસની માનસિકતાના કારણે 75 વર્ષથી
અયોધ્યામાં મંદિર બની શક્યું નથી. સરદાર પટેલ કલમ 370ની વિરુદ્ધ હતા, તેઓ કોમન સિવિલ કોડ લાગુ કરવા માંગતા હતા.
તેમના અધૂરા કામો મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં પૂર્ણ કર્યા છે. આજે કલમ 370નું અસ્તિત્વ બંધ
થઈ ગયું છે. કાશ્મીર આજે ભારતનું અભિન્ન અંગ બની ગયું છે. ઉત્તરાખંડમાં કોમન સિવિલ
કોડ લાગુ કરવામાં આવ્યો છે. આજે વિશ્વનું સૌથી મોટું સ્મારક તેમનું નામ ધરાવે છે.”
હિન્દુસ્થાન સમાચાર / રોહિત / સંદીપ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ