નવી દિલ્હી, 8 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા લખાયેલ લેખને શેર કરતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે, સમગ્ર પૂર્વોત્તર અષ્ટલક્ષ્મી મહોત્સવના રૂપમાં પર્યટનની તકો અને પરંપરાગત હસ્તકલાની ઉજવણી કરે છે.
સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં વડાપ્રધાન- કાર્યાલય એ લખ્યું કે, કેન્દ્રીય મંત્રી સિંધિયા વિસ્તારથી બતાવે છે કે, સારી કનેક્ટિવિટી, ડીજીટલ સમાવેશન અને અવસંરચના માં રોકાણ ના માધ્યમથી પૂર્વોત્તર ભારત નો ઉલ્લેખનીય વિકાસ થઇ રહ્યો છે. અષ્ટલક્ષ્મી મહોત્સવ ના રૂપમાં પુર્વોત્તર નું વાઇબ્રન્ટ ટેક્સટાઇલ સેક્ટર, પર્યટનની તકો અને ઉત્તર પૂર્વની પરંપરાગત હસ્તકલા નો ત્યોહાર, દિલ્હીમાં ઉજવવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે, અષ્ટલક્ષ્મી મહોત્સવ એ ઉત્તર-પૂર્વના આઠ રાજ્યોનો, ત્રણ દિવસીય સાંસ્કૃતિક ઉત્સવ છે, જે 6 થી 8 ડિસેમ્બર દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમમાં પ્રથમ વખત ઉજવવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સુનીલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ