ભારતના વિદેશ સચિવ, વિક્રમ મિસ્ત્રી ઢાકા પહોંચ્યા
ઢાકા, નવી દિલ્હી, 09 ડિસેમ્બર (હિ.સ.) ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક માટે આજે સવારે ઢાકા પહોંચ્યા હતા. તેઓ આજે તેમના બાંગ્લાદેશી સમકક્ષ મોહમ્મદ જસીમ ઉદ્દીન સાથે બેઠક કરશે. આ માહિતી ડેઈલી સ્ટાર અખબા
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી


ઢાકા, નવી દિલ્હી, 09 ડિસેમ્બર (હિ.સ.) ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક માટે આજે સવારે ઢાકા પહોંચ્યા હતા. તેઓ આજે તેમના બાંગ્લાદેશી સમકક્ષ મોહમ્મદ જસીમ ઉદ્દીન સાથે બેઠક કરશે. આ માહિતી ડેઈલી સ્ટાર અખબારે આપી છે.

રાજદ્વારી સૂત્રોએ પુષ્ટિ આપી હતી કે, મિસ્ત્રી અને અન્ય અધિકારીઓને લઇ જતી ભારતીય વાયુસેનાની વિશેષ ફ્લાઇટ, સવારે 9:00 વાગ્યે ઢાકા એરપોર્ટ પર ઉતરી હતી. વિક્રમ મિસ્ત્રી અને બાંગ્લાદેશના વિદેશ સચિવ જશીમ ઉદ્દીન સવારે 11:00 વાગ્યે સ્ટેટ ગેસ્ટ હાઉસમાં મળશે. મિસ્રી આજે રાત્રે ઢાકા જતા પહેલા જમુના સ્ટેટ ગેસ્ટ હાઉસ ખાતે મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસને મળવાના છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આ બેઠકમાં 5 ઓગસ્ટે જન વિદ્રોહ દ્વારા અવામી લીગની સરકારને ઉથલાવી દીધા બાદ ઉભરેલા દ્વિપક્ષીય સંબંધોમાં તણાવ ઓછો કરવા પર ચર્ચા થશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande