ચંડીગઢ, નવી દિલ્હી, 09 ડિસેમ્બર (હિ.સ.)
મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે, ઐતિહાસિક શહેર
પાણીપતથી મોટી જાહેરાત કરશે. વડાપ્રધાન મોદી પાણીપતમાં ‘બીમા સખી યોજના’ લોન્ચ
કરશે. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને સશક્ત કરવાનો અને નાણાકીય સમાવેશને આગળ
વધારવાનો છે. આ યોજના ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી) ની પહેલ છે. આના
દ્વારા દસમું ધોરણ પાસ કરનાર 18 થી 70 વર્ષની વયજૂથની મહિલાઓનું સશક્તિકરણ મજબૂત થશે.
આ યોજના હેઠળ મહિલાને પહેલા વર્ષે 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000 રૂપિયા અને
ત્રીજા વર્ષે 5,000 રૂપિયા પ્રતિ
મહિને પગાર મળશે. ટાર્ગેટ પૂરો કરનાર મહિલાને 21,000 રૂપિયા સુધીનો નફો મળશે. પાણીપતની ઐતિહાસિક
ધરતી પર યોજાનાર કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મુખ્યમંત્રી
નાયબ સિંહ સૈનીએ કહ્યું કે,
“વીમા સખી યોજના
દ્વારા મહિલાઓ વધુ સશક્ત થશે.”
તેમણે કહ્યું કે,” 2014 પહેલા જ્યારે દીકરીઓની ગર્ભમાં હત્યા થઈ રહી હતી ત્યારે
કોંગ્રેસ સરકાર ઉંઘતી હતી. જ્યારે ભાજપની સરકાર બની અને નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન
તરીકે શપથ લીધા હતા કે, દીકરીઓને ગર્ભમાં મરવા દેવામાં આવશે નહીં.”
2015માં, પાણીપતની
ઐતિહાસિક ધરતી પરથી બેટી બચાવો-બેટી પઢાવોની શરૂઆત કરવામાં આવી હતી અને
વડાપ્રધાનના આ અવાજે બેટી બચાવો-બેટી પઢાવો યોજનાને સમગ્ર દેશમાં જનઆંદોલન
બનાવ્યું હતું. દરમિયાન, અંબાલામાં
ખેડૂતોના આંદોલનને કારણે, પોલીસે અંબાલા, કુરુક્ષેત્ર, કરનાલ, પાણીપત, સૈનીપત, રેહતક જિલ્લાઓની સરહદો પર સુરક્ષા કડક કરી દીધી છે. પોલીસ
મહાનિર્દેશક શત્રુજીત કપૂર સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ