મુખ્યમંત્રીએ ગુજરાત સાહિત્ય અકાદમીના નૂતન ''ઝવેરચંદ મેઘાણી ભવન''નું લોકાર્પણ કર્યું
ગાંધીનગર, 22 ફેબ્રુઆરી (હિ.સ.) આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ આયોજિત ''માતૃભાષા મહોત્સવ'
મુખ્યમંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા


મુખ્યમંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા


મુખ્યમંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા


મુખ્યમંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા


મુખ્યમંત્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા


ગાંધીનગર, 22 ફેબ્રુઆરી (હિ.સ.) આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની પૂર્વસંધ્યાએ આયોજિત ''માતૃભાષા મહોત્સવ''માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમીના નૂતન ભવન ''ઝવેરચંદ મેઘાણી ભવન'' નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક પ્રવૃતિઓ મંત્રી મુળુ બેરા ઉપસ્થિત રહ્યાં હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજના અદ્યતન ટેકનોલોજીના યુગમાં યુવા પેઢી આપણા સાહિત્ય તરફ આકર્ષાય તે માટેના પ્રયત્નો રાજ્ય સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરહંમેશ વિકાસ ઉપરાંત આપણી વિરાસત અને આપણી સંસ્કૃતિને જાળવવાની હિમાયત કરી છે. મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં ગુજરાતના સાહિત્ય જગતના મહાનુભાવોનો વેશ ધારણ કરેલા બાળકોને સહર્ષ બિરદાવ્યા હતા.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતી સાહિત્ય અને કલા વારસાને ઉજાગર કરવા માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ રહી છે, અને ભવિષ્યમાં પણ રહેશે. માતૃભાષાના શબ્દોની તાકતને આંકવી ખૂબ જ મુશ્કેલ છે, અને શબ્દોની આ તાકાત ગુજરાતના સાહિત્ય વારસામાં અખૂટ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @ ૨૦૪૭નું વિઝન આપ્યું છે. આ વિઝનને પરિપૂર્ણ કરવામાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્ર કઈ રીતે યોગદાન આપી શકે તે દિશામાં વિચાર-મંથન થવું જરૂરી છે.

મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, રાજ્યભરમાં માતૃભાષા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજના કરવામાં આવશે. કોઈ અન્ય ભાષાથી અંજાઈ જવા કરતા પોતાની માતૃભાષા પર ગર્વ હોવું ખૂબ જ જરૂરી છે. માતૃભાષાના મહત્વ દરેક રાજ્યનો નાગરિક સમજે અને ગુજરાત વાયુવેગે પ્રગતિ કરે તે માટે રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે. જે ગતિથી આજે ગુજરાત વિકાસ કરી રહ્યું છે, તે જોતા ચોક્કસપણે કહી શકાય કે, વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રિમ ભૂમિકા ભજવશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના વરદ હસ્તે ગુજરાતી સાહિત્ય અકદમીના નવા સંકલ્પ ઓડિયો બુક અને ઈ- બુકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે નવલકથા, ટૂંકી વાર્તા, વિવેચન, આત્મકથા, લોકસાહિત્ય અને અનુવાદ ક્ષેત્રના શ્રેષ્ઠ પુસ્તકના વિજેતાઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા.

ગુજરાત સાહિત્ય અકાદમીના અદ્યતન ભવનનું લોકાર્પણ કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનું સંવર્ધન કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને માતૃભાષાને વંદન કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. માતૃભાષાને પ્રોત્સાહન આપવા ગુજરાત સાહિત્ય અકાદમી રાજ્યના ગામડે-ગામડે પહોંચી ગુજરાતી ભાષા પ્રત્યે લોકજાગૃતિ કેળવવા અભિયાન હાથ ધર્યું છે.

આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવતા મંત્રી બેરાએ ઉમેર્યું હતું કે, સાહિત્ય એ સમાજનું પ્રતિબિંબ છે. સાહિત્ય અને કલા એ માણસની માનવતાને જાળવી રાખી છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ 365 દિવસમાં 150 જેટલી પુસ્તકો પ્રકાશિત કરીને ગુજરાતના અમૂલ્ય વારસાને જાળવી રાખ્યો છે. એ જ દિશામાં આગળ વધતા માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 151 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં સૌનું શાબ્દીક સ્વાગત કરતા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગુજરાત સાહિત્ય અકાદમી માટે માત્ર ભવન જ નથી બનાવ્યું, પરંતુ ગુજરાતી સાહિત્ય જગતને નવું સરનામું આપ્યું છે. મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતા તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શિક્ષણમાં ગુજરાતી ભાષાને ફરજીયાત કરીને માતૃ ભાષાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના સાહિત્ય વારસાને જાળવી રાખવા ગુજરાત સાહિત્ય અકાદમીએ 365 દિવસમાં 300 કાર્યક્રમોનું આયોજન કરીને ભારતમાં નવો રેકોર્ડ પ્રસ્થાવિત કર્યો છે.

આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવે આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, ગુજરાતી સાહિત્ય જગતના ખ્યાતનામ મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/હર્ષ શાહ


 rajesh pande