દાહોદમાં રામનવમી ની ભવ્ય ઉજવણી
દાહોદ, 17 એપ્રિલ(હિ. સ.). સમગ્ર ભારતમાં જ્યારે રામનવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે દાહોદમ
રામનવમી ની તસવીરો


રામનવમી ની તસવીરો


દાહોદ, 17 એપ્રિલ(હિ. સ.). સમગ્ર ભારતમાં જ્યારે રામનવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે દાહોદમાં પણ આજે રામ નવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને દાહોદ ઠક્કર ફળિયા મંદિરેથી ભવ્ય શ્રી રામ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

દાહોદમાં નીકળેલી આ ભવ્ય શ્રીરામ યાત્રામાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર દાહોદ ભાજપના અગ્રણીઓ સંગઠનના હોદ્દેદારો નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં જન્મેલ ની ઊંધી હતી અને આ ભવ્ય રામયાત્રામાં વિવિધ વિસ્તારોમાંથી આવતા ભક્તોએ વિવિધ અલગ-અલગ ઝાંખીઓ તૈયાર કરી હતી અને આ શ્રીરામ યાત્રામાં સૌથી મોટું આકર્ષણ આ વખતે ભગવાન શ્રી રામજીની આબેહૂબ જે અયોધ્યા મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે તેની પ્રતિબિંબ આપતી મૂર્તિ બનાવવામાં આવી હતી અને એ ભવ્ય ઝાંખી રૂપે દાહોદના રાજમાર્ગો ઉપર ફરી હતી ડ્રોનના માધ્યમથી આશીર્વાદ આપતી હનુમાનજીની કલાકૃતિ દર્શાવતી ઝાંખી પણ લોકોનું ખૂબ આકર્ષણનું કેન્દ્ર બની હતી. દાહોદમાં સાંજે ચાર વાગે ઠક્કર પડ્યા હતી આ શ્રીરામ યાત્રા નીકળી દવા સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ સર્કલ બિરસા મુંડા સર્કલ થઈ અને પરત ફરી હતી શ્રીરામ યાત્રાના અંતે શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/ નેહલ શાહ/બિનોદ


 rajesh pande