અંકલેશ્વર જીઆઇડીસી ગોલ્ડન પોઇન્ટ ખાતે ભગવાન રામની જન્મ જયંતી ખુબ ધામધૂમથી ઉજવાય .
-ગોલ્ડન પોઇન્ટના મહિલા મંડળ દ્વારા સમગ્ર રામનવમીનું આયોજન કરવામાં આવ્યું હતું -રામજીની પૂજા ,અર્ચ
અંકલેશ્વર જીઆઇડીસી ગોલ્ડન પોઇન્ટ ખાતે ભગવાન રામની જન્મ જયંતી ખુબ ધામધૂમથી ઉજવાય .


અંકલેશ્વર જીઆઇડીસી ગોલ્ડન પોઇન્ટ ખાતે ભગવાન રામની જન્મ જયંતી ખુબ ધામધૂમથી ઉજવાય .


-ગોલ્ડન પોઇન્ટના મહિલા મંડળ દ્વારા સમગ્ર રામનવમીનું આયોજન કરવામાં આવ્યું હતું

-રામજીની પૂજા ,અર્ચના ,જન્મદિવસ ઉજવી ત્યારબાદ ગોલ્ડન પોઇન્ટમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી

ભરૂચ 18 એપ્રિલ ( હિ. સ ). સમગ્ર હિન્દુ સમાજ માટે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મદિવસ એટલે કે રામનવમીનું ખૂબ મહત્વ છે .જેને સમગ્ર ભારતીય ખૂબ ધામધૂમથી ઉજવે છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ ગોલ્ડન પોઇન્ટ સંકુલમાં મહિલા મંડળ દ્વારા રામનવમીની સમગ્ર તૈયારીઓ કરી ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી .ભગવાન રામના વહેલી સવારે ધૂન અને ભજન કરી ત્યારબાદ તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોને પ્રસાદ વિતરણ કરી મોઢું મીઠું કરીને જન્મદિવસ ઉજવાયો હતો .ત્યારબાદ ગોલ્ડન પોઇન્ટ સંકુલમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં જય શ્રી રામના મંત્રથી આખો ગોલ્ડન પોઇન્ટ ગુંજી ઉઠ્યો હતો.

ભારતીય ઉપખંડના હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો હતો. તે સમય હતો મધ્યાહ્નનો અને તીથિ હતી ચૈત્ર સુદ નોમ. રામના આ જન્મ દિવસને રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવવામાં આવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેણે પિતા, માતા, ગુરુ, પત્નિ અને નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું જીવન વ્યતિત કર્યુ હતું. અંકલેશ્વર જીઆઇડીસી ગોલ્ડન પોઇન્ટ ખાતે પ્રથમ વખત રામનવમીનું આયોજન કર્યું હતું જે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી સફળ રીતે ઉત્સવ પાર પાડ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ

/બિનોદ


 rajesh pande